IPL 2025ની મેચને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, રાતે પરત ફરવા સ્પેશ્યિલ ટિકિટ બહાર પાડવામાં આવી

Ahmedabad: અમદાવાદમાં આગામી 25 માર્ચથી 18 મે દરમિયાન IPL 2025ની મેચ રમાવાની છે. અમદાવાદમાં IPL 2025ની કેટલીક મેચ ડે-નાઈટ રમાવાની છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં IPL મેચ દરમિયાન સવારના 6:20 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનનો સમય લંબાવવાનો GMRCએ નિર્ણય કર્યો છે.
તેમજ રાતે આ સાથે GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટની સુવિધા બહાર પાડવામાં આવી છે. જોકે, રાત્રે 10 વાગ્યા પછી બે સ્ટેશનમાં પ્રવેશ માટે પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ સિવાય મોટેરા અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે. નોંધનીય છે કે, દિવસ દરમિયાન વિવિધ મેટ્રો સ્ટેશન પરથી પેપર ટિકિટ ખરીદી શકાશે. જ્યારે રાતના 10 થી 12.30 સુધી દર 6 મિનિટે ટ્રેન મળશે.
આ પણ વાંચો: સુશાંતના CBI રિપોર્ટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા, BJP પર કર્યા આકરા પ્રહારો