December 17, 2024

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યાં જ સૌથી વધુ આણંદના ખંભાતમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ, ડાંગના આહવામાં પણ 2 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 1.5 ઈંચ વરસાદ, દાહોદના ધાનપુરમાં પણ 1.5 ઈંચ વરસાદ, રાજ્યમાં 14 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ 22,23 અને 24 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.

આગામી દિવસોમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પરેશ ગૌસ્વામીની આગાહી અનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 22,23 અને 24 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી છે. ત્યાં જ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી અનુસાર, 24 અને 25 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: જય શાહ ICC પ્રમુખ બને તો કોણ બનશે BCCIના આગામી સચિવ, આ બે નામોની ચર્ચા તેજ

બીજી તરફ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ સાથે 23 તારીખની આગાહીમાં જણાવ્યુ છે કે, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં જ રવિવારે દાહોદ,મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.