January 17, 2025

હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગની કડકડતી આગાહી

Weather Update: રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. ડિસેમ્બરમાં ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે. હાલ અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. તો વડોદરામાં 14.6 ડિગ્રી , નલીયામાં 13.2 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, ડિસેમ્બરમાં અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતાઓ છે.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલાં વાવઝોડાની અસરથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઠંડા પવનો સાથે પવનની ગતિ 15 કિમીથી વધી રહી છે. પવન વધતા ઠંડીનું જોર 3 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. તો ઠંડી વધતા અમદાવાદના લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું રહેશે.ડિસેમ્બરમાં અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતાછે. હાલ અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 14.6 ડિગ્રી , નલીયામાં 13.2 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી, દ્વારકામાં 19.6 ડિગ્રી, ભૂજમાં 16.8 ડિગ્રી, ડીસામાં 16.6 ડિગ્રી, સુરતમાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: મણિપુર: 9 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંઘ 3 ડિસેમ્બર સુધી લંબાવ્યો