December 25, 2024

હાડ થીજવતી ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Weather Update: હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની પણ આગાહી કરી છે. આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્ચું છે કે, 27-28 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતીઓ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ત્યારે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદનું તાપમાન 12.7ડીગ્રી જ્યારે ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટમાં 9, સુરતમાં 16.8, વડોદરામાં 14.2, અમરેલીમાં 11.9, ભુજમાં 10.6, કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. આ સિવાય નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયાનું તાપમાન 7.5 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીએ પાઠવી નાતાલની શુભેચ્છા, કહ્યું- ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે