સ્વેટર-ધાબળા કાઢી લેજો, હવામાન વિભાગે કરી હાડ થીજવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં આજથી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હિમાલય તરફથી ફૂંકાતા પવનોનું સ્થળાંતર થતાં ઠંડીમાં વધારો થશે. ઠંડા પવનના કારણે ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદમાં સોમવાર અને મંગળવારે ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. તો સૌથી ઓછુ નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે નલિયામાં સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, ભૂજમાં 18.2 ડિગ્રી, ડિસામાં 16.6 ડિગ્રી, વેરાવળમાં 20.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.