December 23, 2024

ગુજરાતીઓ ધાબળાની સાથે રેઈનકોટ તૈયાર રાખજો, કકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં એક તરફ ઠંડીથી લોકો ઠરી ગયા છે તો બીજી તરફ હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાથી વરસાદ પડી શકે છે. તેમજ 25 અને 26 ડિસેમ્બરે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. 27 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં ઠંડીની વચ્ચે વરસાદની આગાહી કરી છે. વાતારવણમાં પલટો આવતા શહેરમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ છે. આ સિવાય અમદાવાદમાં વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. વધુમાં અમદાવાદમાં માવઠુ થવાની કોઈ શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ડર્બન્સની અસર ઘટતાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો : ગાઝામાં ફરી મોતનું તાંડવ, ઈઝરાયલના હવાઈ હુમલામાં 22 લોકોના મોત