December 18, 2024

દિલ્હી ઠરી ગયું, ગુજરાતના વાતાવરણનો શું છે મિજાજ?

મંગળવારે સવારે તારીખ 30-1-2024 એટલે કે ફેબ્રુઆરી મહિનાને આવવાની બસ 2 દિવસની વાર છે. આ પહેલા દેશના દરેક વિસ્તારમાં ઠંડી પડી રહી છે. ત્યારે દિલ્હી-એનસીઆર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ધુમ્મસના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ પણ ઝાકળથી ઠકાઈ ગયું હતું. આવો જાણીએ શું કહ્યું હવામાન વિભાગે.

હવામાન વિભાગે કરી આગાહી
સોમવારે એટલે કે ગઈ કાલે તારીખ 39-1-2024ના દિલ્હીનું મહત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારે દિલ્હીમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વરસાદ બાદ દિવસના તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. તેમજ હવામાન ચોખ્ખું થઈ શકે છે. હવામાન વિભાગે બુધવારે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને ત્યાર બાદ ઠંડીમાં ધટાડો થઈ શકે છે.

આ પણ વાચો: યુપી-બિહારમાં સુરજદાદા રજા ઉપર, ગુજરાતમાં અંબાલાલ પટેલે કરી આ આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
ગુજરાતના વાતાવરણની વાત કરવામાં આવે તો હાલ રાજયમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. અત્યારના વાતાવરણની વાત કરવામાં આવે તો સવારે ભારે ઠંડી અને બપોર બાદ ભારે તડકો અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી પ્રમાણે, રાજ્યમાં હાલ પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. હાલ વરસાદની કોઇ શક્યતા જોવા મળી રહી નથી. નલિયામાં લઘુત્તમ તાપમાન 14 થયુ હતુ. જ્યારે રાજ્યનું સૌથી ઠંડું શહેર ગાંધીનગર બન્યું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14, રાજકોટનું 15, વડોદરાનું 13 અને સુરતનું 17 ડિગ્રી રહ્યું હતું. જૂનાગઢ અને અમરેલીના દરેક જિલ્લામાં ભારે ઠંડી પડી રહી છે. અમરેલી જિલ્લાનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અપાયેલી માહિતી અનુસાર આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ શક્યતા નથી. અમરેલીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 થી 14 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે. જ્યારે તારીખ 03 -04 ફેબ્રુઆરીના રોજ વાતાવરણમાં ભેજ વધવાની શક્યતા છે. બે દિવસ ઠંડી પડશે બાદ ઘટાડો થઈ શકે છે. મધ્યમ ઠંડી પડવાના કારણે ખેડૂતોના પાકને પણ લાભદાયક છે.

આ પણ વાચો: ડ્રોન બનશે દર્દીઓનો ‘સુપરમેન’, AIIMSએ ડ્રોનથી 40 કિમી દૂર મોકલી દવા