ગુજરાતીઓ ઠુંઠવાઈ જશો, હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી સાથે આપ્યું યલો એલર્ટ

Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં કોલ્ડવેવ સાથે યેલો એલર્ટની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. જોકે, ઉત્તર-પૂર્વની પવનની દિશા રહેતા ઠંડી પડશે.

મળતી માહિતી અનુસાર ઠંડીથી ગુજરાતીઓ ઠુંઠવાઈ ગયા છે. ત્યારે અમદાવાદમાં લધુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. ત્યારે વડોદરામાં 15.2 ડિગ્રી,સુરતમાં 17 ડિગ્રી, રાજકોટમાં 12.8 ડિગ્રી, દ્વારકામાં 16.8 ડિગ્રી, ભૂજમાં 11.2 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, વેરાવળમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય નલિયા 7.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ધુમ્મસ, 5 દિવસ હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ