December 23, 2024

અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડશે, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત: રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 6 દિવસ અમદાવાદમાં તાપમાન વધાવાની શક્યતા છે. નોંધનીય છે કે 41 થી 43 ડિગ્રીની વચ્ચે તાપમાન પહોંચી શકે છે. 7 મે એ અમદાવાદ સહિતના જિલ્લામાં ગરમીની શક્યતાઓ વધું છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઇને આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં આગામી 6 દિવસ તાપમાન વધવાની શક્યતાઓ છે. જે 41 થી 43 ડિગ્રીની વચ્ચે તાપમાન પહોંચી શકે છે. તેમજ અમદાવાદ સહિતના જિલ્લામાં 7મેંએ ગરમી પડવાની શક્યતાઓ વધુ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો પોરબંદર, ભાવનગર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેમણે જણાવ્યુ હતુ કે, ‘સોરાષ્ટ્ર સહિત દરિયાકાંઠાના વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ સુધી ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ રહેતા ડિસ્કમ્ફર્ટ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહે છે.’