Meta CEO માર્ક ઝુકરબર્ગે કેમ માફી માંગી ?
મેટાના સીઈઓ અને ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે લોકોની માફી માંગી છે. બુધવારે ઓનલાઈન ચાઈલ્ડ સેફ્ટી સુનાવણી દરમિયાન, પ્રેક્ષકોમાંના કેટલાક લોકોએ ઇન્સ્ટાગ્રામ કેવી રીતે આત્મહત્યા અને બાળકોના શોષણને પ્રોત્સાહન આપી રહ્યું છે તેના પોસ્ટર બતાવ્યા હતા. જેને લઈને ઝુકરબર્ગે કહ્યું, ‘તમે જે પણ બાબતોમાંથી પસાર થવું પડ્યું છે તેના માટે હું માફી માંગુ છું.’
સુરક્ષાને લઈને વારંવાર સવાલો
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાળકોની સુરક્ષાને લઈને વારંવાર સવાલોનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો અમેરિકન ધારાશાસ્ત્રીઓ માર્ક ઝુકરબર્ગ અને અન્ય મોટી સોશિયલ મીડિયા કંપનીઓને ‘બિગ ટેક એન્ડ ધ ઓનલાઈન ચાઈલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન ક્રાઈસિસ’ના મુદ્દે સવાલ કરી રહ્યા હતા. સાંસદોએ આ પ્રશ્ન માત્ર Meta ના CEO ને જ નહિ પરંતુ TikTok, Discord, X અને Snap ના CEO ને પણ પૂછ્યો આજ સવાલ કર્યો હતો.
આ પણ વાચો: વચગાળાના બજેટ પર વિપક્ષનો વિરોધ, જાણો શું કહ્યું
બાળકોની સુરક્ષા
માર્ક ઝુકરબર્ગ સુનાવણી માટે પહોંચતાની સાથે જ તેમને તપાસ અને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે ફેસબુકને ટીકાનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ તેમની એપના કારણે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. માતા-પિતાની માફી માંગ્યા બાદ માર્ક ઝકરબર્ગે કહ્યું કે આ જ કારણ છે કે અમે આટલું રોકાણ કરી રહ્યા છીએ. જેના કારણે તમારા પરિવારને જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે. મેટા અનેક ફેડરલ કેસોનો સામનો કરી રહી છે. આ પહેલા સ્ટેટસમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મનોવૈજ્ઞાનિક છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે બાળકો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના વ્યસની થઈ ગયા છે.
આ પણ વાચો: બજેટ 2024ની મહત્ત્વની જાહેરાત, જાણો શું છે ખાસ
ટેક્નોલોજીને લઈને શુ કરી જાહેરાત
નાણાપ્રધાને બજેટ 2024માં કહ્યું કે નવી ટેક્નોલોજી વ્યવસાયોને મદદ કરી રહી છે. અટલજીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનનો નારા આપ્યો હતો. આ અંગે વધુ વિગત આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાનનો નારા આપ્યો હતો. જેની જાહેરાત કરતા તેમણે કહ્યું કે 1 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ટેક્નોલોજી પ્રેમીઓ અને ટેક્નોલોજી પર કામ કરતા સ્ટાર્ટઅપ્સને વ્યાજમુક્ત અથવા ઓછા વ્યાજ દરે વહેંચવામાં આવશે. આનાથી લાંબા ગાળાની નાણાકીય મદદ મળશે. તેનાથી ખાનગી ક્ષેત્રને મદદ મળશે.