September 24, 2024

John Cenaના અવાજમાં વાત કરશે Whatsapp, મેટા લાવી રહ્યું છે સૌથી મોટું અપડેટ!

Meta AI Chatbot: મેટા તેના AI ચેટબોટને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે. જીહા હવે તમે ટૂંક સમયમાં તમારા મનપસંદ સેલિબ્રિટીના અવાજમાં ચેટબોટ સાથે વાત કરી શકશો. રોઇટર્સના સમાચાર મુજબ, મેટા તેના ચેટબોટમાં જુડી ડેન્ચ, ક્રિસ્ટન બેલ, જ્હોન સીના, ઓક્વાફિના અને કીગન-માઇકલના અવાજો ઉમેરવાની યોજના ધરાવે છે. જેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર ચેટબોટ્સ સાથે વાતચીતમાં જોન સીના જેવી સેલિબ્રિટીનો અવાજ સાંભળવા મળશે. ચાલો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરશે?

કેવી રીતે કામ કરશે આ ફિચર્સ?
મેટાની નવી સુવિધા સાથે તમે તમારા ચેટબોટ માટે આમાંથી કોઈપણ સેલિબ્રિટીનો અવાજ પસંદ કરી શકશો. જ્યારે તમે OpenAI ના વૉઇસ મોડનો ઉપયોગ કરો છો ત્યારે આ બરાબર એ જ હશે.

ક્યારે રિલીઝ થશે આ નવું ફિચર?
મેટા બુધવારે તેની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં તેની નવી ઓડિયો ક્ષમતાની જાહેરાત કરશે. આ જ કોન્ફરન્સમાં મેટા તેના ઓગમેન્ટેડ રિયાલિટી ચશ્માનો પ્રોટોટાઇપ પણ રજૂ કરી શકે છે.

આ પણ વાંચો: પુરીના જગન્નાથ મંદિરમાં પણ ઘીની થશે તપાસ, કલેકટરે આપ્યો આદેશ

AI ક્ષેત્રમાં એક મોટું પગલું
મેટા AIમાં આ નવી સુવિધા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે એક મોટું પગલું છે. હવે તમે તમારા ચેટબોટને તમારા મનપસંદ સેલિબ્રિટીના અવાજમાં વાત કરતા સાંભળી શકો છો. મેટાના આ પગલા સાથે ભવિષ્યમાં ઘણી વધુ રસપ્રદ તકનીકો ઉભરી શકે છે. તમને જણાવી દઈએ કે બ્લૂમબર્ગે આ ઉનાળાની શરૂઆતમાં સૌપ્રથમ ખુલાસો કર્યો હતો કે મેટા એઆઈ ચેટબોટ માટે અવાજો આપવા વિશે સેલિબ્રિટી સાથે વાત કરી રહી છે.

Google સાથે સ્પર્ધા કરવાની તૈયારી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આજે દરેક ઉપકરણમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં આ સેગમેન્ટમાં પોતાને મોખરે રાખવા માટે મેટા તેના લાખો યૂઝર્સને જનરેટિવ AI સુવિધાઓ પ્રદાન કરી રહ્યું છે. જ્યારે આલ્ફાબેટના Google અને ChatGPT ડેવલપર OpenAI સ્પર્ધા કરવાની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મે મહિનામાં ઓપનએઆઈએ તેના ચેટબોટ માટે આવું જ ઓડિયો ફંક્શન રજૂ કર્યું હતું.