November 17, 2024

એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટનું મર્જર પૂર્ણ, DGCAએ કરી જાહેરાત

AIA – AIX Connect Merger News: એવિએશન રેગ્યુલેટર DGCAએ મંગળવારે જણાવ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે AIX કનેક્ટનું વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. આ મર્જર સાથે, દેશમાં ભાવિ એરલાઇન એકીકરણ માટે એક નવું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મર્જર માટે જરૂરી નિયમનકારી મંજૂરી આપી છે.

DGCAએ એક રિલીઝમાં જણાવ્યું, “1 ઓક્ટોબર, 2024 થી AIX Connect ના તમામ એરક્રાફ્ટને AIX ના એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. આનાથી એ સુનિશ્ચિત થશે કે સંયુક્ત એકમની એરલાઇન કામગીરી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે, જેથી મુસાફરોને સુરક્ષિત અને સરળ અનુભવ મળી શકે.”

આ પણ વાંચો: Mount Everest: આખરે કેમ સતત વધી રહ્યો છે દુનિયાનો સૌથી ઊંચો પહાડ?

આ એરલાઇન્સ ટાટા ગ્રુપનો હિસ્સો છે. નિયામકે જણાવ્યું કે તે તમામ નિયમનકારી શરતોનું પાલન સુનિશ્ચિત કરવા, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને ભારતમાં હવાઈ કામગીરીની સલામતી સુનિશ્ચિત કરવા માટે મર્જર બાદની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે.

DGCAએ જણાવ્યું, “અમારી સખત સમીક્ષા એ વાતની ખાતરી કરે છે કે આ મર્જર સલામત હવાઈ કામગીરીને પ્રોત્સાહન આપીને અને ગ્રાહકો માટે એકંદર મુસાફરીના અનુભવમાં સુધારો કરીને જાહેર હિતમાં સેવા આપશે,” DGCAના પ્રમુખ વિક્રમ દેવ દત્તે જણાવ્યું હતું કે, “આ અનુભવમાંથી મેળવેલ જ્ઞાન એર ઈન્ડિયા અને વિસ્તારાના આગામી મર્જર માટે મૂલ્યવાન સાબિત થશે, જેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.”