માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું, 40 વિઘા જમીનમાં પાણી ફરી વળ્યું

Mehsana News: બહુચરાજી મોઢેરા પાસે માઇનોર કેનાલમાં ગાબડું હતું. ગાબડું પડતા 40વિઘા જમીનમાં કેનાલનું પાણી ભરાયું છે. એક તરફ ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું ત્યારે બીજી તરફ પાણીનો ફૂલ વેડફાટ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: રાજુલા પંથકના દરિયાકાંઠે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ મુલાકાત લીધી

કેનાલની ગુણવતા ઉપર સવાલ
જ્યારે ખેડૂતોને જરુર હોય ત્યારે ખેતરમાં ખેડૂતને પાણી મળતું નથી. પરંતુ તંત્રના ભ્રષ્ટાચારથી બનાવેલા કાર્યમાં કોઈ નુકસાની થાય છે ત્યારે સતત બગાડ થાય છે. મહેસાણા જિલ્લામાં પણ એવું થયું છે. બહુચરાજી મોઢેરા પાસે માઇનોર કેનાલમાં ગાબડું હતું જેના કારણે આ પાણી 40 વિઘામાં ફરી વળ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું ત્યારે બીજી તરફ પાણીનો ફૂલ વેડફાટ થઈ રહ્યો છે. માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા કેનાલની ગુણવતા ઉપર સવાલ ઉભા થયા છે.