January 16, 2025

વાળમાં મહેંદી લગાવો છો? થઈ શકે છે આ નુકસાન

Mehndi Side Effects: મોટાભાગના લોકો કુદરતી રીતે તેમના વાળને કાળા કરવા માટે મેંદી લગાવે છે. પરંતુ આગળ જઈને તે નુકસાન કરે છે. ચાલો જાણીએ વાળમાં મહેંદી લગાવવાથી થતા નુકસાન વિશે.

એલર્જી થઈ શકે છે
કેટલાક લોકોને મહેંદીથી એલર્જી પણ થઈ શકે છે. પરંતુ તેમને ખબર ના હોય અને મહેંદી લગાવી દે છે તો તેમને માથામાં સમસ્યા થઈ શકે છે. જેમાં મહેંદી લગાવનારને માથાની ચામડી પર ખંજવાળ, બળતરા અથવા ફોલ્લીઓ થઈ શકે છે.

વાળ નબળા પડી જાય છે
વાળમાં નિયમિત મહેંદી લગાવવાથી વાળ નબળા પડી જાય છે. આ સાથે વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે સતત મહેંદી નાંખતા રહેશો તો તમારા વાળનો ગ્રોથ પણ ઘટતો જાય છે.

આ પણ વાંચો: લોન્ચ પહેલા જ iPhone 16ની કિંમત થઈ ગઈ લીક

વાળ ઝડપથી ગ્રે થઈ જાય છે
જો કોઈ સતત વાળમાં મહેંદી લગાવે છે ત્યારે તેમના વાળ નબળા પડી જાય છે. વાળ નબળા પડતાની સાથે સફેદ અને વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે. જે બાદ તમારે સતત મહેંદી લગાવવી પડશે. તેનું કારણ એ છે કે તમે એક વાર મહેંદી લગાવશો એટલે તમારા વાળ સફેદ થવા લાગશે. જેને છુપાવવા માટે તમારે મહેંદીનો ઉપયોગ કરવો પડશે.

વૃદ્ધિ અટકે છે
મહેંદી લગાવ્યા પછી જો વાળને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તેના કારણે વાળમાં થોડી પણ રહી જાય છે તો તે પણ નુકસાન થઈ શકે છે. આવું થવાથી તમારા વાળનો વિકાસ અટકી જાય છે.