મહેમદાવાદમાં અપક્ષ ઉમેદવારના પતિ અને નાયબ મામલતદાર પ્રચાર કરતા હોય તેવો વીડિયો વાયરલ

Elections 2025: મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં પ્રયાર કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. અપક્ષ ઉમેદવારના પતિ અને નાયબ મામલતદાર પ્રચાર કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. મહેમદાવાદ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર ગીતાબેન ભટ્ટચાર્ય ના પતિ માનવેન્દ્ર ભટ્ટાચાર્ય મહુધા મામલતદાર કચેરીએ ફરજ બજાવે છે.
આ પણ વાંચો: WPLમાં થર્ડ અમ્પાયરના નિર્ણય પર હોબાળો, ભૂતપૂર્વ ખેલાડીઓની પ્રતિક્રિયાઓ આવી સામે
અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી
ચૂંટણીના મતદાન મથકે મામલતદાર તેમની પત્નીનીના પ્રચારમાં જોવા મળ્યા હતા. મામલતદાર માનવેન્દ્ર ભટ્ટાચાર્ય મહુધા મામલતદાર કચેરીએ મામલતદાર તરીકે ફરજ બજાવે છે તો મહેમદાવાદમાં કેમ ના હાજર? ગીતાબેન ભટ્ટચાર્ય મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. સમગ્ર મામલે ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણએ જિલ્લા ચૂંટણી અધિકારીને મૌખિક રજુઆત કરી હતી. ચૂંટણી અધિકારીને ફરિયાદથી હોવાનું ધ્યાન પર આવતા જ નાયબ મામલતદાર ભટ્ટાચાર્ય સ્થળ પરથી ગાયબ થયા. જોકે ચૂંટણી અધિકારીએ કહ્યું સમગ્ર મામલે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.