કઠુઆમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબના DGPની બેઠક, સર્જીકલ ઓપરેશન માટે જંગલમાં ઘૂસ્યા પેરા કમાન્ડો
Kathua Terror Attack: ભારતીય સેના પોતાના પાંચ જવાનોની મોતનો બદલો લેવા માટે મક્કમ છે અને કઠુઆ જિલ્લાના બિલાવરના બદનોતામાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. ગુરુવારે જિલ્લા પોલીસ લાઇન કઠુઆમાં જમ્મુ કાશ્મીર DGP આર.આર. સ્વૈન, પંજાબના DGP સહિત સેના અને ગુપ્તચર એજન્સીઓના સિનિયર ઓફિસર્સ સાથે બેઠક કરવા માટે પહોંચ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે એજન્સીઓ પરસ્પર સમન્વય મજબૂત કરવા માટે આ બેઠક કરી રહી છે. આતંકી હુમલાઓ રોકવા માટે અને અમરનાથ યાત્રાની સુરક્ષા પર આજે કઠુઆમાં મંથન કરવામાં આવશે. આ બેઠક બાદ એક રિપોર્ટ ગૃહમંત્રલેને મોકલવામાં આવશે.
તો બીજી નાજુ, પોલીસે ટ્રેક્ટર ચાલક સહિત 23 શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. સર્જિકલ ઓપરેશન માટે સેનાના પેરા કમાન્ડોને જંગલમાં તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટર અને ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે.
આ પહેલા બુધવારે વેસ્ટર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર ખટ્યાર પણ મછેડી પહોંચ્યા હતા અને ઘટના સ્થળ અને ઓપરેશનની સમીક્ષા કરી હતી. આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોએ બુધવારે ત્રીજા દિવસે પણ મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ખરાબ હવામાન અને ભૌગોલિક પડકારો હોવા છતાં સુરક્ષા દળો અભિયાન ચલાવતા રહ્યા.