વડોદરામાં મિકેનિકલ એન્જિનિયરીંગના વિધાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત

Vadodara: વડોદરામાં વધુ એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મિકેનીકલ એન્જિનીયરીંગના વિધાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘરમાં શોકનો માહોલ છે. જોકે, વિદ્યાર્થીએ અભ્યાસના ભારણના લીધે પગલું ભર્યુ હોવાની શંકા સેવાઈ રહી છે.

મળતી માહિતી અનુસાર મૃતક અભિષેક એમએસયુનિની પોલીટેકનીકમાં ડીપ્લોમાં ઈન મિકેનીકેલ એન્જિનીયરીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અભિષેકે પિતા સાથે ભોજન લીધા પછી પોતાની રૂમમાં જઈ ગળે ફાંસો ખાધો. વિદ્યાર્થીએ અભ્યાસના ભારણના લીધે પગલું ભર્યુ હોવાની શંકા સેવાઈ રહી છે. જોક, હાલ વાઘોડિયા પોલીસે રહસ્યમય અપમૃત્યુનો ભેદ ઉકેલવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: રાતે 2 વાગ્યા સુધી કર્યો અભ્યાસ…. અચાનક જ ધોરણ 12ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું