December 19, 2024

પેસ્ટિસાઈડ ભેળસેળને લઈ MDH કંપનીની સ્પષ્ટતા, ‘તમામ આરોપો પાયાવિહોણા’

MDH Spices: ભારતીય મસાલા કંપની MDHના મસાલામાં ભેળસેળની વાત સામે આવ્યા બાદ કંપનીએ આ અંગે સ્પષ્ટતા સાથે નિવેદન જાહેર કર્યું છે. MDHએ આ તમામ આરોપોને નકાર્યા છે. આ સાથે કંપનીએ કહ્યું કે, જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તે પાયા વિહોણા, ખોટા અને કોઈ પણ પ્રકારના પુરાવા વગર લગાવવામાં આવ્યા છે. કંપનીએ આ નિવેદન હોંગકોંગ અને સિંગાપુરમાં બંને ભારતીય મસાલા બ્રાંડ MDH અને Everestને પોતાના દેશમાં પ્રતિબંધ લગાવ્યાના કેટલાક દિવસો બાદ જાહેર કર્યું છે.

MDH પર લગાવેલા આરોપોના કોઈ પુરાવા નથી
હોંગકોંગ અને સિંગાપુર તરફથી કરવામાં આવેલા દાવામાં ઘણા મસાલામાં કાર્સિનોજેનિક પેસ્ટિલાઈડ ઈથિલીન ઓક્સાઈડ મળી આવ્યું છે. MDH દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, અમારા મસાલામાં ઈથિલીન ઓક્સાઈડ મળવાનો આરોપ લગાવ્યો છે. જે હજુ સુધી સાબિત થયું નથી. આ અંગે સિંગાપુર કે હોંગકોંગના અધિકારીઓ દ્વારા MDHથી કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી થયો. આ પરથી સ્પષ્ટ થાય છે કે આ દેશમાં લગાવેલા આરોપ પાયા વિહોણા છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર 400 દિવ્યાંગ-અશક્ત મતદારોએ ઘરેથી વોટ આપ્યો

હાઈ લેવલ પેસ્ટિસાઈડ ભેળવવાનો આરોપ
MDHએ ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો કે તેના બધા મસાલા સુરક્ષિત અને હાઈ ક્વોલિટીવાળા છે. અમે અમારા ખરીદારો અને ગ્રાહકોને વિશ્વાસ આપુ છું કે અમે અમારા મસાલાને રાખવા, પીસવા કે પેક કરવા જેવી કોઈ પણ પ્રક્રિયામાં ઈથિલીન ઓક્સાઈડનો ઉપયોગ નથી કરી રહ્યા. અમે ભારત અને વિદેશ બંને જગ્યાના સેફ્ટી સ્ટેન્ડર્ડના ફોલો કરે છે. આ પહેલા MDH-Everestના ક્વોલિટી ચેકમાં ફેલ થયા બાદ સિંગાપુર અને હોંગકોંગમાં આ કંપનીઓના મસાલા હાઈ લેવલ પેસ્ટિસાઈડનો આરોપ લાગ્યો છે.

ઇથિલીન ઓક્સાઇડ મળ્યાનો આરોપ
બંને કંપનીના મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ નામની જંતુનાશક દવા મળી આવી હોવાનું જણાવાયુૃ હતું. આ આરોપો સામે આવ્યા બાદ હોંગકોંગ અને સિંગાપોરમાં બંને કંપનીઓના મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભારત સરકારે પણ ગુણવત્તાના માપદંડો ચકાસવાની વાત કરી છે. અમેરિકામાં પણ આ બંને બ્રાન્ડને લગતી ગતિવિધિઓ તેજ થઈ ત્યારે સમસ્યા વધુ વધી. સિંગાપોર અને હોંગકોંગમાં પ્રતિબંધ બાદ અમેરિકાએ પણ કડક કાર્યવાહી કરી.

USFDAએ પણ માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું
યુએસ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ (USFDA) એ હોંગકોંગ અને સિંગાપોરમાં પ્રતિબંધ પછી MDH અને એવરેસ્ટના ઉત્પાદનો વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. અમેરિકન ફૂડ સેફ્ટી એજન્સી એફડીએને આ બે બ્રાન્ડના ઉત્પાદનો અંગે ચેતવણીઓ મળી છે.

આ મસાલા પર પ્રતિબંધ
હોંગકોંગમાં MDHના મદ્રાસ કરી પાવડર, સાંબર મસાલા મિક્સ પાવડર અને કરી પાવડર મિશ્રિત મસાલા આ ઉપરાંત સિંગાપોરમાં એવરેસ્ટના ફિશ કરી મસાલા પાવડરમાં જંતુનાશક ઇથિલીન ઓક્સાઇડ મળી આવ્યું હતું. આ કેમિકલના ઉપયોગથી કેન્સરનો ખતરો વધી જાય છે. બંને દેશોમાં આ મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. તેના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.