Mayank Agarwal: શું મેચ પહેલા ક્રિકેટરને અપાયું ઝેર? પોલીસ તપાસ શરૂ
ત્રિપુરા: એરપોર્ટ પર પ્લેનમાં મયંક અગ્રવાલને મોં અને ગળામાં તકલીફ થઈ હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે હાલ તેમની તબિયત સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આવનારી મેચ તે રમી શકશે નહીં. અગરતલાથી નવી દિલ્હી જવા માટે તે પ્લેનમાં બેઠો અને અચાનક બિમાર પડ્યો હતો. બાદમાં તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
પોલીસમાં ફરિયાદ નોંધાવી
મયંક અગ્રવાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટમાં તેની સીટ પર રાખેલા પાઉચમાંથી પાણી સમજીને પીણું પીધું હતુ તે બાદ તે બિમાર પડ્યો હતો. તમને જણાવી દઈએ કે મયંકે અગ્રવાલે તેના મેનેજર મારફતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મામલે ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારનું કહેવું છે કે, મયંક અગ્રવાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી છે. હવે તેની હાલત સ્થિર જોવા મળી રહી છે. તેમના મેનેજરે આ બાબતની ફરિયાદ કરી છે અને આ કેસની તપાસ પણ ચાલી રહી છે.
આ પણ વાચો: સાનિયાથી બેવફાઈનું મળ્યું ફળ! શોએબ મલિક પર લાગ્યો ગંભીર આરોપ
શું કહ્યું મયંક અગ્રવાલના મેનેજરે
તેના મેનેજરે કહ્યું છે કે જ્યારે તે પ્લેનમાં બેસી રહ્યો હતો ત્યારે તેની સામે એક પાઉચ રાખવામાં આવ્યું હતું. તેણે તેમાંથી થોડું પીધું પરંતુ અચાનક તેનું મોં બળવા લાગ્યું અને તે બોલી શક્યો નહીં. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમના મોઢામાં સોજો આવી ગયો છે. જોકે હાલ તેમની હાલત સ્થિર અને પહેલા કરતા સારી જોવા મળી રહી છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે મયંકને હવે કોઈ ખતરો હોય તેવું જોવા મળી રહ્યું નથી. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
VIDEO | “Team member of Karnataka Ranji Team, Mayank Agarwal while travelling in flight accidentally drank a water pouch. He immediately had a burning sensation. His condition is stable. We hope that he will come out of this very soon. Investigation is underway,” says Tripura… pic.twitter.com/8F3aCCF0YL
— Press Trust of India (@PTI_News) January 30, 2024
આ પણ વાચો: IND vs ENG : ઓ બાપરે…66 બોલમાં 23 જ રન, શુભમન ગિલ થયો બરાબરનો ટ્રોલ
શું તે પીણામાં કંઈક હતું?
ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ટીમ પ્લેનમાં હતી અને મયંક બેચેની અનુભવવા લાગ્યો હતો. ત્યારબાદ તેને ઉલ્ટી પણ થવા લાગી હતી. સૂત્રોનું એવું કહેવું છે કે મયંક અગ્રવાલે કદાચ પાણી સમજીને ઝેર પી પીધું હતું, જેના પછી તે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો હતો. જોકે ખરી માહિતી તો તપાસ બાદ જ સામે આવશે.