January 6, 2025

દિવાળીનાં તહેવારમાં ઘરે જ બનાવો મજેદાર મઠિયાં, સ્વાદ દાઢે વળગશે

Mathiya Recipe In Gujarati: દિવાળીનો તહેવારમાં સૌથી વધારે કોઈ ફરસાણ ખવાતું હોય તો તે છે મઠીયા. જોકે તહેવારના સમય પહેલા તેને સ્ટોરેજ કરીને ખાવામાં આવે છે. આવો જાણીએ આ મઠીયાને રેસીપી જે ઘર ઘરમાં દિવાળીના સમયે બંને છે.

સામગ્રી

  • એક કિલો મઠનો લોટ
  • 200 ગ્રામ અડદનો લોટ
  • 200 ગ્રામ અડદનો લોટ
  • 100 ગ્રામ દળેલી ખાંડ
  • અજમો 2 ટી સ્પૂન
  • તળવા માટે તેલ

આ પણ વાંચો: શા માટે તહેવારોમાં કરવામાં આવે છે રંગોળી? મુગ્ગુ એટલે ખબર છે?

આ રીતે બનાવો
એક કપ ગરમ પાણી લેવાનું રહેશે. આ પછી તેમાં ખાંડ ઓગાળીને નાંખો. તેમાં તમારે મીઠું અને અજમો નાંખવાનો રહેશે. તેને સારી રીતે મિક્સ કરી લેવાનું રહેશે. આ પછી તમારે મઠનો લોટ અને અડદના લોટને બરાબર રીતે મિક્સ કરી દેવાનો રહેશે. આ પછી તમારે તેમાં ખાંડનું પાણી મિક્સ કરવાનું રહેશે. આ પછી તેનો લોટ બાંધી લો. હવે તમારે તેમાં તમારે તેલ નાખીને લોટ જ્યાં સુધી નરમ પડી જાઈ ત્યાં સુધી તમારે કૂટવાનો રહેશે. હવે આ લૂઆને થાળી પર પ્લાસ્ટિક મુકો અને તેના પર તેલ લગાવી પાતળા મઠિયા વણી લો. હવે તમારે મઠિયા ઉપરાઉપરી મુકતા જાવ જેથી તે ભીના રહે સુકાય નહીં. બધા મઠિયા વણાય જાય કે તેલ ખૂબ સારી રીતે તપાવી પછી મધ્યમ તાપ પર તળી લેવાના રહેશે.