December 17, 2024

IND vs AUS: મહિલા T20WCની સેમિફાઇનલમાં એન્ટ્રી માટે આજે ટકરાશે ભારત અને ઓસ્ટ્રેલિયા

IND W vs AUS W: મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની મહત્વપૂર્ણ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ જો સેમીફાઈનલમાં પહોંચવું હશે તો આ મેચ જીતવી પડશે. હરમનપ્રીત કૌરની ટીમે નેટ રન રેટ પર કામ કરવાનું રહેશે. કારણ કે ઓસ્ટ્રેલિયાના ભારત કરતા વધુ પોઈન્ટ છે અને નેટ રન રેટ પણ વધારે સારો છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની વાત કરવામાં આવે તો રાધા યાદવને તક આપવામાં આવી શકે છે. બીજી બાજૂ સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જગ્યા ફાઈનલ છે.

જોરદાર પ્રદર્શન જોવા મળ્યું
ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ જોવા મળે છે. જેના કારણે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે નહીં તેવું જોવા મળી રહ્યું છે. પ્લેઈંગ ઈલેવનમાં રાધા યાદવ અથવા સજનાને સ્થાન આપવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીમાં તમામ મેચમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેને ખરી સ્પર્ધાનો સામનો કરવો પડશે. બંને ટીમ સેમિફાઇનલ માટે મુકાબલો કરશે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન –

ભારત: રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ/સજના સજીવન, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ,સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા ઠાકુર, આશા શોભના.

ઓસ્ટ્રેલિયા: જ્યોર્જિયા વેરહેમ, તાહલિયા મેકગ્રા (c), એનાબેલ સધરલેન્ડ, બેથ મૂની (wk), ગ્રેસ હેરિસ, એલિસ પેરી, ફોબી લિચફિલ્ડ, એશ્લે ગાર્ડનર, સોફી મોલિનક્સ, મેગન શુટ, ડાર્સી બ્રાઉન/અલાના કિંગ.