Exit Pollsથી શેરબજારમાં ધમાલ, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઇમ હાઈ
Stock Market Update: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. ચૂંટણીના પરિણામો પહેલા શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે.
નવો રેકોર્ડ બનાવી દીધો
BSE પર સેન્સેક્સ 2621 પોઈન્ટના ઉછાળા સાથે 76,583.29 પર ખુલ્યો હતો. ત્યાં જ NSE પર નિફ્ટી 3.58 ટકાના વધારા સાથે 23,337.90 પર ખુલ્યો હતો. ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 2000થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આજે શેરબજારે નવો રેકોર્ડ બનાવી દીધો છે. આવતીકાલે 4 જૂને ચૂંટણીના પરિણામો છે. આ પહેલા સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ પર ખુલ્યા છે.
આ પણ વાંચો: ચૂંટણીના પરિણામ પહેલા જ ડૂબ્યા 1.33 લાખ કરોડ, ટાટા-અંબાણીને મોટુ નુકસાન
અદાણી પોર્ટ્સના શેરમાં તેજી
લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા નિફ્ટીમાં 650 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વર્ષનો સૌથી મોટો ઉછાળો આજના દિવસે થયો છે. અદાણી પોર્ટ્સના શેરમાં આજે 8%થી વધુની તેજી જોવા મળી છે. ભારતીય શેરબજારમાં આજે બમ્પર તેજી જોવા મળી છે. સવારે 9 વાગ્યે પ્રી-ઓપનમાં નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઉછાળો અને સેન્સેક્સમાં 2621 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.
શાસક પક્ષની જીત થાય તેવી શક્યતા
એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં તેજી આવી છે. સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો આવતા જ મોદીની જીતના સંકેત વધારે જોવા મળી રહ્યા છે. 1 જૂને એક્ઝિટ પોલ સાંજે બહાર આવ્યો હતો. ત્યાર બાદ શેરબજારના નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે શાસક પક્ષની જીતના સંકેતોને કારણે શેરબજારમાં તેજી આવી શકે છે અને તે જ જોવા મળી રહી છે.