April 1, 2025

ઉમરગામના સોળસુંબામાં પતિ-પત્ની અને બાળકનો સામુહિક આપઘાત, કારણ અકબંધ

Valsad: રાજ્યમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ઉમરગામના સોળસુંબામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પતિ-પત્ની અને બાળકનો સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.

મળતી માહિતી અનુસાર ઉમરગામના સોળસુંબામાં પરિવારનો સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમા પરિવારમાંથી પતિ-પત્ની અને બાળકનો સામુહિક આપઘાત કરી લીધો છે. જોકે, હાલ આપઘાતનું કારણ અકબંધ છે. આ ઘટનાને લઈને ઉંમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મોડે સુધી દરવાજો ન ખોલતા પડોશીઓએ દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતા શંકા જતા દરવાજો તોડી ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. પત્ની અને 2 વર્ષનું બાળક બેડ પર સુતેલી હાલતમાં મળ્યા હતા અને પતિની લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિકોએ ઘટનાની જાણ ઉમરગામ પોલીસને કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઉમરગામ પોલીસે પરિવારની લાશનો કબ્જો મેળવી PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી. બાળક અને પત્ની બેડ પર અને પતિની લટકેલી હાલતમાં મળેલ લાશના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પતિએ બાળક અને પત્નીને ઝેરી પદાર્થ પીવડાવી પોતે ફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: જોફ્રા આર્ચરની જાડી ચેઇન જોઈને ચાહકો ચોંકી ગયા, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ