December 22, 2024

ધારાગઢ ગામે સામૂહિક આપઘાત, પરિવારના 4 લોકોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે આખા પરિવારે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ દ્વારકા અને જામનગર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કર્યો છે. આ પરિવારે ભાણવડના ધારાગઢ ગામના ફાટક પાસે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. જે બાદ ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને પરિવારજનોના મૃતદેહને ભાણવડ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

આ પણ વાંચો: વધુ એક મોંઘવારીનો માર, ગુજરાત ગેસના ભાવમાં ફરી વધારો કરાયો

આપઘાત કરનાર પરિવારમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો છે. જેમાં બંને બાળકો પુખ્ય હોવાનું પણ સામે આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોના આપઘાત બાદ પોલીસ દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના ભાણવડ તાલુકામાં ધારાગઢ ગામે 4 લોકોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.

મૃતકોના નામ
અશોક ધૂંવા (42 વર્ષ)
લીલુબેન અશોક ધૂંવા (42 વર્ષ)
જીગ્નેશ અશોક ધૂંવા (20 વર્ષ)
કિંજલ અશોક ધૂંવા (18 વર્ષ)