January 14, 2025

Maserati કાર છે ઉદ્યોગપતિઓની પહેલી પસંદ, કંપનીએ આપ્યું આ પાછળનું કારણ

Maserati: ઈટાલિયન લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની માસેરાતી કંપની એવું માને છે કે, ભારત તેમના માટે ટોચના 10 વૈશ્વિક બજારોમાંનું એક બની શકે છે. કારણ કે દેશના ઉદ્યોગસાહસિકો કંપનીના વેચાણને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારતના ઉદ્યોગપતિઓ લક્ઝરી ગણાતી દરેક કારના શોખીન હોય છે અને એમને જ આવી કાર પોસાય છે.

રજૂ કરવાની તૈયારી
કંપનીના ફોરેન માર્કેટ હેડ ફિલિપ ક્લેવરોલએ પોતાની નવી સુપરકાર માસેરાટી ગ્રાન તુરિસ્મો મોડલ લોન્ચ કરવાના પ્રસંગે આ વાત કહી. Maserati એ આજે ​​શુક્રવાર 30 ઓગસ્ટના રોજ ભારતીય બજારમાં તેનું Gran Turismo મોડલ લોન્ચ કર્યું છે, જેની પ્રારંભિક કિંમત રૂ. 2.72 કરોડ એક્સ-શોરૂમ છે. માસેરાતી આગામી સમયમાં ભારતમાં તેની ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) શ્રેણી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

અધિકારીએ કરી મોટી વાત
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ક્લેવરોલએ કહ્યું કે, માસેરાતી એક લક્ઝરી બ્રાન્ડ છે. એથી અમે વધારે વોલ્યુમની અપેક્ષા રાખતા નથી. અમારા માટે ભારત એક મોટું બજાર એ છે જ્યાં અમે વાર્ષિક 500 કાર વેચીએ છીએ. જોકે, મને લાગે છે કે ભારતમાં આગામી કેટલાક વર્ષોમાં આપણે દર વર્ષે 500 લક્ઝરી કાર વેચવાના આંકડા સુધી પહોંચી શકીશું. માસેરાતી માટે નંબરનો કોઈ હેતુ નથી. ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવાની સંભવિત સમયરેખા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે જેટલું વહેલું તેટલું સારું. અમારી પાસે કાર ઉપલબ્ધ છે. માસેરતીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે, હું જાણું છું કે વિશ્વભરમાં માસેરાતી માટે ટોચના બજારો કયા છે. મને લાગે છે કે આગામી થોડા વર્ષોમાં ભારત માસેરાતી માટે ટોચના 10 બજારોમાંનું એક બની શકે છે.

આ પણ વાંચો: એવું માનતા હોવ કે CNGથી ઓછું પ્રદૂષણ થાય છે તો ભૂલ કરો છો

ભારત સિવાય અહીંયા પણ માર્કેટ
હાલમાં, ઉત્તર અમેરિકા, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, ચીન, જાપાન, ઑસ્ટ્રેલિયા, તાઇવાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માસેરાતી માટે ટોચના વૈશ્વિક બજારો છે. ભારત હજુ પણ નાનું બજાર છે. ગયા વર્ષે અહીં 50થી ઓછા વાહનોનું વેચાણ થયું હતું. ક્લેવરોલએ જણાવ્યું હતું કે ભારત હજુ પણ માસેરાતી માટે મહત્ત્વનું બજાર છે. ભારતમાં અમારા મોટાભાગના ગ્રાહકો (80 ટકા) ઉદ્યોગસાહસિકો છે. Maserati Gran Turismo પાસે 3.0 લિટર V6 Nettuno ટ્વિન ટર્બો એન્જિન છે, જે 550 hpનો પાવર અને 650 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સુપરકાર માત્ર 3.5 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક છે.