January 2, 2025

મારૂતી સ્વિફ્ટની CNG વર્ઝનની જાણો કિંમત અને ફીચર્સ

Maruti Suzuki: મારુતિ સુઝુકીએ ભારતમાં તેની સૌથી લોકપ્રિય કાર સ્વિફ્ટનું CNG વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીએ આ વર્ષે મે મહિનામાં ભારતીય બજારમાં તેનું ચોથું જનરેશન મોડલ લોન્ચ કર્યું હતું. મિકેનિકલ અપડેટ સિવાય સ્વિફ્ટ એસ-સીએનજીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીનો દાવો છે કે, નવી સ્વિફ્ટ CNG વર્ઝનમાં 32.85kmની માઈલેજ આપશે. આ કાર MT ટ્રાન્સમિશન સાથે પેટ્રોલ વર્ઝનમાં 24.8kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશન (AMT) સાથે 25.7kmpl માઈલેજ આપે છે. આ ભારતમાં સૌથી વધુ માઈલેજ આપનારી હેચબેક કાર છે.

ફીચર્સ જાણવા જેવા છે
ન્યૂ જનરલ સ્વિફ્ટમાં વાયરલેસ ચાર્જર, મલ્ટી ઇન્ફર્મેશન સ્ક્રીન અને સલામતી માટે, 6 એરબેગ્સ, ESP, હિલ હોલ્ડ કંટ્રોલ અને તમામ વેરિયન્ટ્સમાં થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ જેવી સુવિધાઓ હશે. ભારતમાં, તે Hyundai Grand i10 Nios અને Tata Tiago સાથે સ્પર્ધા કરે છે. S-CNG ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. તેની કિંમત 8.20 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 9.20 લાખ રૂપિયા સુધી જાય છે. તેનું પેટ્રોલ વર્ઝન 6 વેરિઅન્ટ અને બે ટ્રાન્સમિશન ઓપ્શનમાં આવે છે, જેની કિંમત 6.49 લાખ રૂપિયાથી 9.64 લાખ રૂપિયાની વચ્ચે છે. તમામ કિંમતો એક્સ-શોરૂમ છે. CNG વર્ઝનમાં માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સ્વિફ્ટના CNG વેરિઅન્ટની કિંમત પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ કરતાં રૂ. 90,000 વધુ છે.

ઓપ્શન વિશે
6 મોનો-ટોન અને ત્રણ ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો સાથે આવે છે. તેમાં સિઝલિંગ રેડ, લસ્ટર બ્લુ, નોવેલ ઓરેન્જ, મેગ્મા ગ્રે, સ્પ્લેન્ડિડ સિલ્વર અને પર્લ આર્કટિક વ્હાઇટ મોનો-ટોન રંગોનો સમાવેશ થાય છે. સ્વિફ્ટ મિડનાઈટ બ્લેક રૂફ સાથે ડ્યુઅલ ટોન સિઝલિંગ રેડ, મિડનાઈટ બ્લેક રૂફ સાથે લસ્ટર બ્લુ અને મિડનાઈટ બ્લેક રૂફ સાથે પર્લ આર્ક્ટિક વ્હાઇટમાં ઉપલબ્ધ હશે. નોવેલ ઓરેન્જ અને લસ્ટર બ્લુ નવા રંગો છે. હેચબેકમાં Z-સિરીઝનું 1.2-લિટર ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 82hpનો પાવર અને 112Nmનો ટોર્ક જનરેટ કરે છે. નવી સ્વિફ્ટમાં ટ્રાન્સમિશન માટે એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક (AMT) ગિયરબોક્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કાર સર્વિસ કરાવ્યા બાદ આટલી વસ્તુ ખાસ ચેક કરજો, સર્વિસ સ્ટેશનેથી ખબર પડી જશે

આ હકીકત પણ જાણી લો
જ્યારે, CNG વર્ઝનમાં, તે જ એન્જિન 69.75hpનો પાવર અને 101.8Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. નવી સ્વિફ્ટના CNG મોડલની શક્તિ ઘટી છે. અગાઉના જનરેશનના મોડલમાં 77hpનો પાવર જનરેટ થયો હતો, જો કે નવા મોડલમાં વધુ ટોર્ક છે. નવી સ્વિફ્ટમાં હ્યુન્ડાઈ અને ટાટાના CNG મોડલ્સની જેમ ટ્વીન-સિલિન્ડર સેટઅપ નથી. પહેલાની જેમ, તેને બૂટ સ્પેસમાં એક મોટું સિલિન્ડર ઉત્સર્જન માટે મળે છે. મારુતિ કહે છે કે નવી સ્વિફ્ટ CNGનું CO2 સ્તર અગાઉની કાર કરતાં 6% ઓછું છે.