મારૂતી સુઝુકી બની ‘ટેક્સ ફ્રી કાર’, શૉરૂમ કરતા સસ્તી કિંમતે મળશે
Maruti Suzuki Baleno: દેશની મોટી ગણાતી ઓટો કંપની મારૂતી સુઝુકી બલેનો એક ફેમિલી કાર છે. મારૂતીની સૌથી વધુ વેચાતી કારમાં તેનું નામ લેવામાં આવે છે. નાના ફેમિલીમાં આ કાર આજે પણ પહેલી પસંદ છે. અવનવા ફીચર્સ અને અંદરના ઈન્ટિરીયરને કારણે આ કાર લોકોને ગમી રહી છે. દિલ્હીમાં બલેનો 6.66 લાખ રૂપિયાથી શરૂ થઈ રહી છે. પણ ડીલર્સ સ્કિમ અને ઓફર્સને કારણે ઘણી વખત ગ્રાહકોને આનો ફાયદો થાય છે. બચતના કોન્સેપ્ટથી આ કાર હવે ઓછી કિંમતમાં લઈ શકાય છે.
આ રીતે કિંમત ઘટી જાય
હેચબેક બલેનો તેની કિંમત CSD (કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ) પર નોંધપાત્ર રીતે ઘટાડે છે. ભારતીય સૈનિકોના કેન્ટીન સ્ટોર્સ વિભાગને ખૂબ જ ઓછો GST ચૂકવવો પડે છે. તેઓએ 28%ને બદલે માત્ર 14% ટેક્સ ચૂકવવો પડશે.જો બલેનોનું ડેલ્ટા CNG 1.2L 5MT વેરિઅન્ટ ખરીદો છો, જેની એક્સ-શોરૂમ કિંમત 8.40 લાખ રૂપિયા છે, તો CSD પર તેની એક્સ-શોરૂમ કિંમત 7 લાખ 24 હજાર 942 રૂપિયા છે. એટલે કે આ કાર પર 1 લાખ 15 હજાર 58 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકાય છે. આ સિવાય વેરિઅન્ટના આધારે 1 લાખ 25 હજાર 813 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જ્યારે Baleno Zeta CNG 1.2L 5MT વેરિઅન્ટની CSD એક્સ-શોરૂમ કિંમત 9 લાખ 19 હજાર 680 રૂપિયા અને ઑન-રોડ કિંમત 9 લાખ 33 હજાર રૂપિયા છે. CSD શોરૂમ પર તેનો ઇન્ડેક્સ નંબર SKU67596 છે. પરંતુ અહીં નિરાશા એ છે કે આ ડીલ માત્ર ભારતીય સૈનિકો માટે છે.
આ પણ વાંચો: આ દશેરામાં બાઈક લેવાનો પ્લાન હોય તો રોયલ એનફિલ્ડે આપી મોટી અપડેટ
આવા મસ્ત છે ફીચર્સ
સામાન્ય ગ્રાહકો આ ડીલનો લાભ લઈ શકતા નથી. જો ગ્રાહક પાસે CSD સુવિધા છે અને બલેનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક રાઈટ ઓપ્શન સાબિત થઈ શકે છે. બલેનોમાં 1.2-લિટર 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. જે 89bhp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. CNG મોડ પર આ એન્જિન 76bhpનો પાવર અને 98.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર CNG મોડ પર 30.61 km/kg ની માઈલેજ આપે છે.મારુતિ બલેનોમાં જગ્યા ઘણી સારી છે જે તેનો પ્લસ પોઈન્ટ પણ છે. તેમાં 5 લોકો સરળતાથી બેસી શકે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, આ કારમાં 9-ઇંચની સ્માર્ટપ્લે સ્ટુડિયો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે Apple CarPlay અને Android Autoને સપોર્ટ કરે છે. તેમાં હેડ-અપ ડિસ્પ્લે (HUD), ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, 6 એરબેગ્સ જેવી સુવિધાઓ છે.