May 17, 2024

માર્કેટમાં ફરી હરિયાલી, નિફ્ટી 21600ને પાર

સતત ત્રણ દિવસની મંદી બાદ આજે સપ્તાહના છેલ્લા દિવસે બજાર ફરી ગ્રીન નિશાન સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 635 અંક એટલે કે 0.89 ટકાથી વધીને 71,822 પર પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી 169 અંકથી વધીને 0.79ના વધારા સાથે 21,631 પર પહોંચ્યો છે. નિફ્ટી મિડકૈપ 100માં 0.83 ટકા અને સ્મોકલેપમાં 0.95 ટકાની તેજી જોવા મળી છે.

ટોપ ગેનર અને ટોપ લુઝર

બજાર ખુલતાની સાથે તમામ સેક્ટરમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. એશિયાઈ બજારોમાં સારી તેજીની અસર શેરમાર્કેટમાં જોવા મળી છે. એફઆઈઆઈના ગત શત્રમાં 9,901.56 કરોડ રૂપિયાના શેર વહેંચ્યા, જ્યારે ડીઆઈઆઈએ 5,977.12 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. માર્કેટની શરૂઆતમાં ટાઈટેન, એક્સિસ બેંક, ટેક મહેન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ. ટાટા કંસ્લેટંસી સર્વિસ, વિપ્રો, ઈન્ફોસિસ અને આઈટીસીના સ્ટોકમાં વધારો થયો હતો. આજના ટોપ ગેનર ટેક મહિન્દ્રા નિફ્ટીમાં આ સ્ટોક 2.74 ટકાના વધારા સાથે 1,392.3 રૂપિયાના ભાવ સાથે બજારમાં જોવા મળ્યો છે. જ્યારે ઈન્ડસઈન બેંક અને રિલાઈન્સના શેર લાલા નિશાન સાથે ખુલ્યા છે. એનએસઈના તમામ 15 સેક્ટરમાં ગ્રીન સિગ્નલ જોવા મળ્યું હતું. નિફ્ટી ફાઈનેંશિયલ સર્વિસેજ અને નિફ્ટી આચી શેરના પ્રદર્શન એનએસઆઈ પ્લેટફોર્મથી સારો રહ્યો છે. જેમાં 1.01 ટકા અને 1.22 ટકાના વધારા સાથે તેજી જોવા મળી છે. 

ડોલર સામે રૂપિયો ગગડ્યો

વૈશ્વિક તેલ બેંચમાર્કના બ્રેંટ ક્રૂડ 0.27 ટકા ધટીને 78.89 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. આ ઉપરાંત ડોલરની સામે રૂપિયો 1 પૈસા જેટલો ઘટ્યો છે. ઈન્ટર બેંકમાં ભારતીય રૂપિયો 83.15 પર ખુલ્યો જે 83.16 પર પહોંચ્યો હતો. વેપાર સમયે રૂપિયાની કિંમત 83.14 પર રહી હતી. જો ગુરૂવારની વાત કરવામાં આવે તો અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયામાં 1 પૈસાનો વધારો જોવા મળ્યો હતો.