December 23, 2024

બજેટ પહેલા લીલા નિશાન પર ખુલ્યું શેર બજાર, સેન્સેક્સ 200 અંક ઉછળ્યો

Sensex opening bell: કેન્દ્રીય બજેટ પહેલા સ્થાનિક શેરબજારમાં લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે. આ પહેલા સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સકારાત્મક કારોબાર કરતા જોવા મળ્યા હતા. સવારે 9.36 વાગ્યે સેન્સેક્સ 28.52 (0.03%) પોઈન્ટના વધારા સાથે 80,555.17 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી 17.41 (0.07%) પોઈન્ટના વધારા સાથે 24,526.65ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના કામકાજમાં સેન્સેક્સે 200 પોઈન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો જ્યારે નિફ્ટીએ 22550ને પાર કરી લીધો હતો પરંતુ બજારમાં ઉપરના સ્તરોથી વેચવાલી જોવા મળી હતી.

બજેટના દિવસે સેન્સેક્સના 30 શેરોની સ્થિતિ