November 18, 2024

Anant Ambani ની ઘડિયાળ જોતા જ રહી ગયા માર્ક ઝકરબર્ગ

અમદાવાદ: આ દિવસોમાં જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોતાને જોતા જ રહી ગયા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અનંતની ઘડિયાળ જોઈને માર્ક ઝકરબર્ગ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. તેની સાથે માર્ક ઝકરબર્ગની પત્ની પણ અનંતની ઘડિયાળ જોતી રહી ગઈ હતી. જામનગરમાં 3 દિવસ દેશની સાથે દુનિયા ભરના દિગ્ગજોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

ઘડિયાળ ચર્ચામાં આવી
અંબાણીના આંગણે પ્રસંગ છે. ત્યારે અંબાણી પરિવારમાં હરખની હેલી જોવા મળી રહી છે. આ ખાસ પ્રસંગે અનંતે Audemars Piguet Royal Oak Watch પહેરી હતી. એક માહિતી અનુસાર આ ઘડિયાળની કિંમત 14 કરોડ રૂપિયા હોવાનું જણાય છે. આવું પહેલી વાર નથી કે તેમણે આટલી કિંમતી ઘડિયાળ પહેરી હોય. આ પહેલા ખાસ દિવસ પર તેણે આ ઘડિયાળ પહેરી હતી, ત્યારે પણ આ ઘડિયાળ ચર્ચામાં આવી હતી. કહેવામાં આવે છે કે આ ઘડિયાળને બનાવવામાં 100,000 કલાકનો સમય લાગ્યો હતો.

આભાર માન્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપનારા ખાસ મહેમાનોનો આભાર માન્યો હતો. અંબાણીએ તેમના સંબોધનની શરૂઆત બિઝનેસ લીડર્સ, કલાકારો, ખેલાડીઓ અને ફિલ્મી હસ્તીઓની હાજરી માટે આભાર માનીને કરી હતી. તેમના સંબોધનમાં મુકેશ અંબાણીએ પરિવારના આનંદના પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ મહેમાનોનો આભાર માન્યો હતો. તેમણે જામનગર પધારેલા મહેમાનોને કહ્યું કે તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે.