January 21, 2025

સ્ટાર્ટઅપને લઈને શું માને છે ફેસબુકના માલિક? રિસ્ક લેવો કે ન લેવો એનો જવાબ આપ્યો

Mark Zuckerberg: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનના માલિક માર્ક ઝુકરબર્ગની જ્યારે પણ વાત થાય ત્યારે એને થતી કમાણીની અવશ્ય ચર્ચા થાય છે. અબજો-કરોડો રૂપિયાની કમાણી કરતા આ વ્યક્તિનીના ભેજાની ઉપજે યુવાવર્ગને ઘેલું લગાડ્યું છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી. ફોલોઅર્સની દોડ ચાલી રહી છે. તો કેટલાક લોકો આમાંથી કમાણી પણ કરી રહ્યા છે. સારી વાત છે કે, કોન્ટેન્ટમાં જોરદાર વૈવિધ્ય આવી રહ્યું છે. જેના કારણે કેટલાય એવા વિષયો છે જેની માહિતી હવે હાથવગી બની રહી છે.

શું માને છે ફેસબુકના માલિક સ્ટાર્ટઅપ અંગે
કોઈપણ ઔદ્યોગિક સાહસિકતાની સફરમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પ્રારંભિક તબક્કામાં, જ્યારે સ્ટાર્ટ-અપ શરૂ કરો છો. તે દરમિયાન, ઘણી વખત એવું લાગ્યું કે બધું ગમે ત્યારે સમાપ્ત થઈ શકે છે. કદાચ આ માર્ગમાં આવનારી મોટી સમસ્યાઓ પૈકી એક હોઈ શકે છે. તમારા મનમાં વિચાર આવતો રહે છે કે જો તમે આ બધું પહેલા જાણ્યું હોત, તો ક્યારેય ઉદ્યોગસાહસિકતાની સફર શરૂ કરી ન હોત. પરંતુ માર્ક ઝકરબર્ગ તેને માનવીની સૌથી મોટી તાકાત માને છે કે તે હંમેશા દર્દ કે વેદનાને ઓછું પ્રાધાન્ય આપે છે. જે તેને વધુ સારી રીતે કામ કરવામાં અને સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, આવી રહી છે આ સમસ્યા

મુશ્કેલીમાંથી શીખવા મળે છે
ઝુકરબર્ગ કહે છે કે, મુશ્કેલીમાંથી વ્યક્તિને ઘણું શીખવા મળતું હોય છે. જેમાંથી એકવાત એ સ્પષ્ટ થાય છે કે, ઔદ્યોગિક સફરમાં શું જરૂરી છે અને શું જરૂરી નથી. ક્યારેક મુશ્કેલીથી ભર્યા નિર્ણય પણ લેવા પડે એમ છે. સામાન્ય નોકરિયાત વર્ગને પણ આ વાત ક્યાંક નાની કે મોટી રીતે લાગુ પડે છે. મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. જેમાંથી જીવનનો એક નવો પાઠ શીખવા મળે છે. મેં પણ ઘણી અસફળતાનો સામનો કર્યો છે. પણ હાર માનીને બેસવું એ ભૂલ ભરેલું નીવડે છે.

લગાવ હોવો અનિવાર્ય
કોઈ પણ સ્ટાર્ટઅપ માટે એ વિષય પ્રત્યેનો લગાવ હોવો અનિવાર્ય છે. કંઈક નવું કરવાનો અભિગમ વ્યક્તિને સફળ બનાવે છે અને આગળ લઈને જાય છે. વિષય પ્રત્યેનો લગાવ વ્યક્તિમાં એક રસ જાળવી રાખે છે. જે પ્રયાસ કરવા માટે પ્રેરે છે. કોઈ પણ સ્ટાર્ટઅપ માટે આ જરૂરી હોય છે. ફેસબુકની શરૂઆત પણ આ જ રીતે થયેલી છે. પછી એમાં નવા નવા પરિવર્તન આવ્યા અને આજે એક ઓફિશિયલ તરીકે પણ સોશિયલ મીડિયા કોન્ટેન્ટની ચર્ચા થાય છે. કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા તેની વિગતો મેળવવી જરૂરી છે. જે પણ કામ શરૂ કરવા જઈ રહ્યા છો, તેના વિશે બને તેટલું જાણવાનો પ્રયાસ કરો. સફળતાનું રહસ્ય આવી વિગતોમાં રહેલું છે. જો પ્રોજેક્ટની વિગતો જાણો છો, તો તેને વધુ સારી રીતે કરી શકો છો.

સતત અપડેટ રહો
એવું શક્ય નથી કે દરેક વસ્તુ વિશે જ્ઞાન હોય, પરંતુ હા, જે વસ્તુઓમાં રસ છે તે વિશે ચોક્કસપણે જાણવું જોઈએ. ભૂલો કરવામાં ડરશો નહીં. જ્યારે નવી ભૂલો કરો છો, ત્યારે ભવિષ્યમાં શું પુનરાવર્તન ન કરવું તે વિશે પણ નવી વસ્તુઓ શીખો છો. ઘણા લોકો જોખમ લેવાથી ડરતા હોય છે. પરંતુ સૌથી મોટું જોખમ જોખમ ન લેવાનું છે. આ સિવાય માર્ક ઝકરબર્ગ પણ માને છે કે બિઝનેસમાં સૌથી પહેલા તે કરવું જોઈએ જે સરળ હોય અથવા જેમાં સારા છો. તો જ ઝડપથી પ્રગતિ કરી શકશો. વસ્તુઓને વધુ સારી બનાવવાની અરજ ક્યારેય સમાપ્ત થવી જોઈએ નહીં.વિષયથી લઈને પ્રોડ઼ક્ટ સુધી સતત અપડેટ થતા રહેવાથી પણ ફાયદો થાય છે.