January 24, 2025

એલોન મસ્કને પછાડી માર્ક ઝુકરબર્ગ બન્યા સૌથી અમીર, વિશ્વમાં ત્રીજા સ્થાને

અમદાવાદ: દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક માર્ક ઝુકરબર્ગની સંપતિમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. માર્કની સંપતિના વધારાના કારણે એલોન મસ્કને પાછળ રહી ગયા છે. જેના કારણે દુનિયાના અમીરોમાં હવે એલોન મસ્કની જગ્યાએ માર્ક ઝુકરબર્ગ દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર માણસ બની ગયો છે. એક રિપોર્ટ અનુસાર, માર્ક ઝુકરબર્ગની સંપત્તિ શુક્રવારે 5.65 અરબ ડોલરથી વધીને 187 અરબ ડોલર પર પહોંચી છે. માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં આ વર્ષે 58.9 અરબ ડોલરનો વધારો થયો છે. મહત્વનું છેકે, સંપત્તિમાં થયેલા આ વધારા પાછળ ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના શેરમાં આવેલી ઉછાળના કારણે થઈ છે.

એલોન મસ્કને ઘણું નુકસાન થયું
મેટાના શેર રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ઝુકરબર્ગની કુલ સંપત્તિ 187 બિલિયન છે, જ્યારે એલોન મસ્કની કુલ સંપત્તિ 181 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે અને તે વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. એલોન મસ્કને આ વર્ષે $48.4 બિલિયનનું નુકસાન થયું છે. જ્યારે શુક્રવારે જ તેમની સંપત્તિમાં $4.52 બિલિયનનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: હવે UPIથી રોકડા પૈસા જમા કરી શકાશે, RBIએ કરી મોટી જાહેરાત

માર્ક ઝુકરબર્ગ ચાર વર્ષ પછી…
નોંધનીય છે કે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક માર્ચ સુધી દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ટોપ પર હતા, પરંતુ હવે તેઓ ચોથા સ્થાને સરકી ગયા છે. એલોન મસ્ક એ વ્યક્તિ છે જેણે આ વર્ષે સૌથી વધુ સંપત્તિ ગુમાવી છે, જ્યારે માર્ક ઝુકરબર્ગ આ વર્ષે સૌથી વધુ સંપત્તિ કમાનાર અબજોપતિ બની ગયા છે. ઝુકરબર્ગે 16 નવેમ્બર, 2020 પછી પ્રથમ વખત એલોન મસ્કને પાછળ છોડી દીધા છે. તે સમયે તેમની નેટવર્થ 105.6 બિલિયન ડૉલર હતી જ્યારે એલોન મસ્કની નેટવર્થ 102.1 બિલિયન ડૉલર હતી.

એલોન મસ્કની સંપત્તિ કેમ ઘટી રહી છે?
આ વર્ષ દરમિયાન એલોન મસ્કની સંપત્તિમાં ઘટાડાનું મુખ્ય કારણ ટેસ્લાના શેર છે. વર્ષ 2024માં ટેસ્લાના શેરમાં 34 ટકાનો ઘટાડો થયો છે. આ શેરો S&P 500 ઇન્ડેક્સમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર શેર બની ગયા છે. કંપનીના શેરમાં ઘટાડો ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં ઘટાડો, ચીનમાં પડકારો અને જર્મનીમાં ઉત્પાદન સમસ્યાઓના કારણે છે.