માર્કસ સ્ટોઇનિસે IPLમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
IPL 2024: ગઈ કાલે CSK અને LSG વચ્ચે મેચ હતી. જેમાં સૌથી વધારે કોઈ ખેલાડીએ ધ્યાન ખેચ્યું હોય તો તે છે માર્કસ સ્ટોઇનિસ. તેણે આઈપીએલ ઈતિહાસમાં રનનો પીછો કરતી વખતે આ સૌથી મોટી ઈનિંગ્સ રમી હતી.
તોડી નાંખ્યો આ રેકોર્ડ
ચેન્નાઈ અને લખનૌની ગઈ કાલની મેચ અદ્ભુત જોવા મળી હતી. CSKએ 210 રન બનાવ્યા હતા. તે સમયે કોઈને લાગતું ના હતું કે LSG ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરશે. પરંતુ માર્કસ સ્ટોઇનિસે જેમણે અશક્યને શક્ય બનાવ્યું હતું. આ સાથે માર્કસ સ્ટોઇનિસે 13 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. પહેલી વખત એવું બન્યું કે કોઈ બેટ્સમેને IPL રન ચેઝમાં આટલો મોટો સ્કોર બનાવ્યો છે.
આ પણ વાંચો: IPL 2024: ધોનીના ઈશારાએ અમ્પાયરના નિર્ણયને પણ બદલી દીધો
અણનમ ઇનિંગ રમી
ગઈ કાલની મેચમાં માર્કસ સ્ટોઇનિસે CSKની સામે 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ પહેલા ક્યારે પણ IPLમાં રન ચેઝમાં આટલી મોટી ઇનિંગ્સ ક્યારેય રમવામાં આવી ના હતી. ભારતીય બેટ્સમેનની વાત કરવામાં આવે તો પોલ વાલ્થાટી નંબર વન પર છે. ત્રીજા સ્થાન પર વીરેન્દ્ર સેહવાગ છે. સંજુ સેમસને 2021 IPLમાં રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સ સામે 119 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
કેવી રહી મેચ?
ગઈ કાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ આમને સામને જોવા મળી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીત્યો હતો. જેમાં તેણે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. લખનૌની ટીમનો બેટિંગનો વારો આવ્યો તો ત્યારે ખાલી 88 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ માર્કસ સ્ટોઇનિસે હાર ન માની અને છેલ્લી ઓવરમાં પોતાની ટીમ માટે મેચ જીતી લીધી હતી.