January 21, 2025

હજુ ઘણા હાઈ પ્રોફાઈલ લોકોની ધરપકડ થઈ શકે છે: CBI

દિલ્હી: દારૂ ઘોટાળાના મામલમાં પૂર્વ ડેપ્ટી CM મનીષ સિસોદિયાએ રાઉસ અવેન્યૂ કોર્ટમાં જામીન માટેની અરજી કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે સમક્ષ સિસોદિયાની અરજી પર CBI તરફથી જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. CBIએ મનીષ સિસોદિયાની જમીનનો વિરોધ કરતા કહ્યું કે, અધિકારીઓના કારણે કાર્યવાહીમાં મોડું નથી થઈ રહ્યું. યોગ્ય પ્રક્રિયાના કારણે તપાસમાં મોડું થઈ રહ્યું છે.

CBIએ કહ્યું કે, આ મામલામાં હજુ હાઈ પ્રોફાઈલ લોકોની ધરપકડ થઈ શકે છે. સિસોદિયા સમગ્ર ષડયંત્રના મુખ્ય આરોપી છે. સિસોદિયાને સંવેદનશીલ દસ્તાવેજો અને તથ્યો બતાવવામાં આવ્યા છે. જો તેને જામીન આપવામાં આવે તે તથ્યો સાથે છેડછાડ કરી શકે છે. જે દિવસે કેસ નોંધવામાં આવ્યો તે જ દિવસે પૂર્વ ડિપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ પોતાનો ફોન તોડી નાખ્યો હતો. રાઉજ એવન્યૂ કોર્ટના મામલમાં આગામી સુનાવણી 22 માર્ચે કરવામાં આવશે.

સિસોદિયાએ લગાવી હતી ક્યૂરેટિવ પિટીશન
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાને મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હીની અબકારી નીતિમાં કથિત ઘોટાડાથી જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં સુપ્રીમ કોર્ટે પૂર્વ ડિપ્ટી સીએમ સિસોદિયાની ક્યૂરેટિવ પિટીશન (સુધારાત્મક અરજી)ને ખારીજ કરી હતી. જેમાં તેને જમાનત અરજીને ફગાવી હતી. 30 ઓક્ટોબરના કોર્ટના નિર્ણયને સિસોદિયાએ ચુનૌતી આપી છે.

CGIએ નથી આપી રાહત
ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડના આગુવાઈલાળી સમિતિએ મનીષ સિસોદિયાની અરજી પર ખુલી કોર્ટમાં સુનાવણી કરવાની અરજીને પણ નકારી કાઢી હતી. ન્યાયમૂર્તિ સંજીલ ખન્ના, ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ અને ન્યાયમૂર્તિ એસવીએન ભટ્ટીને સામેલ કરવામાં આવ્યું છે. સુધારાત્મક અરજી સુપ્રીમ કોર્ટમાં અંતિમ કાયદાકિય ઉપાય છે. જેના પર સામાન્ય રીતે કક્ષમાં જ સુનાવણી કરવામાં આવે છે.