September 19, 2024

મનુ ભાકરને નિરજ ચોપરા નહીં પરંતુ પસંદ છે આ ક્રિકેટર

Manu Bhaker Favorite Cricketers: મનુ ભાકર, જેણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એક મીડિયા સાથેની વાતમાં મનુએ એક ક્રિકેટરનું નામ જાહેર કર્યું છે જેની સાથે તે એક કલાક પસાર કરીને ખૂબ જ ખુશ થશે. આવો જાણીએ મનુ કોને મળવા માંગે છે.

મનુ ભાકર કોને મળવા માંગે છે?
મનુ ભાકરને પૂછવામાં આવ્યું કે તેમનો ફેવરિટ ખેલાડી કોણ છે? જેના જવાબમાં મનુ ભાકરે કહ્યું, “હું આવા ઘણા નામ લઈ શકું છું તેમ છું કે સારા પણ છે અને મને પસંદ પણ છે. મેં જમૈકન દોડવીર યુસૈન બોલ્ટનું પુસ્તક ઘણી વખત વાંચ્યું છે અને મને તેની સફર કેવી રહી છે તેનો પણ ખ્યાલ છે. મેં તેના ઘણા ઈન્ટરવ્યુ પણ જોયા છે. તેણ એમએસ ધોની, વિરાટ કોહલી અને સચિન તેંડુલકરનું નામ લીધું હતું. મનુએ કહ્યું કે સચિન, ધોની કે વિરાટ સાથે એક કલાક પણ વિતાવવો તે મારા માટે સન્માનની વાત છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

વીડિયો વાયરલ
નિરજ ચોપરાએ અને મનુ ભાકર પણ તેમના સારા મિત્ર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ મનુ ભાકરે ભાલા ફેંકના સ્ટારને તેના મનપસંદ ભારતીય ખેલાડીઓમાં સ્થાન આપ્યું નથી. તેની જગ્યાએ મનુએ વિરાટ, સચિન અને ધોનીને સ્થાન આપ્યું છે. થોડા જ સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં નિરજ અને મનુને લઈને લગ્નની અફવાઓ ફેલાઈ હતી. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ આ વીડિયોમાં કરી રહ્યા હતા. જોકે મનુના પિતાએ આ વાતને નકારી કાઢી હતી.