January 17, 2025

દેશ અને દુનિયામાં ડંકો વગાડનારનું રાષ્ટ્રપતિએ કર્યું સન્માન, અર્જુન એવોર્ડથી વધાવ્યા

Khel Ratna Award: મનુ ભાકર જેણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે 2 મેડલ જીત્યા હતા તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ સિવાય ચેસ ચેમ્પિયનશિપ જીતનાર ડી ગુકેશ અને ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. પેરા એથલીટ પ્રવીણને પણ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મહેસાણા હવે બે ઝોનમાં, મહેસાણા 1 અને મહેસાણા 2 એમ બે ઝોન ઓફીસ કાર્યરત

32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો
ચાર ખેલ રત્ન એવોર્ડની સાથે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. જેમાં 17 પેરા એથ્લેટ હાજર છે. પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા સરબજોત સિંહ, કુસ્તીબાજ અમન સેહરાવત, શૂટર્સ સ્વપ્નિલ કુસલે અને પુરૂષ હોકી ટીમના ખેલાડીઓ જરમનપ્રીત સિંહ, સુખજીત સિંહ, સંજય અને અભિષેકને અર્જુન એવોર્ડ મળ્યો છે. ખેલ રત્ન જીતનાર ખેલાડીઓને 25 લાખ રૂપિયા મળ્યા છે. 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કારની સાથે પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે.