January 23, 2025

બ્રોન્ઝની સાથે મનુ ભાકર-સરબજોત સિંહે દિલ પણ જીત્યું, શૂટિંગમાં ભારતને બીજો મેડલ

Manu Bhaker and Sarabjot Singh: ઓલિમ્પિક 2024માં ભારતે બીજો મેડલ જીત્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં અદભૂત પ્રદર્શન કર્યું છે. બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ બંને ખેલાડીઓ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં રમી રહ્યા હતા. જ્યાં તેઓએ કોરિયાની મિક્સ્ડ ટીમને હરાવી હતી.

સરબજોત સિંહ કોણ છે?
સરબજોત સિંહ પંજાબના એક નાના ગામના સામાન્ય પરિવારના દીકરા છે. તેમના માતા-પિતાએ હંમેશા તેમને સપોર્ટ કરતાં રહ્યા છે અને શૂટિંગની તેમની સફરમાં બનતી તમામ મદદ કરતાં રહ્યા. સરબજોત સિંહના શિક્ષણની વાત કરીએ તો તેમને પ્રાથમિક શિક્ષણ પંજાબથી કર્યું છે. બાળપણથી જ તેમને રમત પ્રત્યે ખુબ પ્રેમ હતો. તેમને શાળાના સમયથી જ શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ દિલ્હી ગયા અને ત્યાં શૂટિંગની તાલીમ ચાલુ રાખી હતી.

આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકરે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 12 વર્ષ પછી શૂટિંગમાં મેડલ

16 વર્ષની ઉંમરે બે ગોલ્ડ મેડલ
16 વર્ષની ઉંમરે બે ગોલ્ડ મેડલ જીતનાર મનુ ભાખર હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામના દીકરી છે. તેમના માતા શિક્ષક અને પિતા મરીન એન્જિનિયર છે. વર્ષ 2018માં, મનુ ભાકરે મેક્સિકોમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) માં ભારત માટે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. મનુએ 10 મીટર એર પિસ્તોલ (મહિલા) કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. બીજો ગોલ્ડ 10 મીટર એર પિસ્તોલ (મિક્સ્ડ ઇવેન્ટ)માં જીત્યો હતો. ખાસ વાત તો એ હતી કે એક જ દિવસમાં મનુ ભાખરે 16 વર્ષની ઉંમરમાં બે ગોલ્ડ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે સૌથી યુવા મહિલા ખેલાડી હતી.