રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક્સના મેડલ વિજેતાઓની કરી પ્રશંસા
Sports Minister Mansukh Mandaviya: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ભારતે પેરિસમાં રેકોર્ડ બનાવ્યો છે અને તેના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. જેના માટે આખો દેશ તેના ખેલાડીઓની પ્રશંસા કરી રહ્યો છે. તેમજ દેશના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ ભારતીય ટીમના વખાણ કર્યા છે.
थैंक यू रक्षिता बिटिया।
आज मेरे लिए बड़ा ही भावुक क्षण था जब मैंने जाना की पेरिस ओलंपिक विलेज में भी खेल मंत्री के लिए कुछ लेकर जाना है ऐसा आपने ध्यान रखा और मेरे लिए पेरिस से मेस्कोट लेकर आई।मुझे पूरा विश्वास है आपके इस भरोसे की जीत होगी और देश आने वाले दिनों में खेल क्षेत्र… pic.twitter.com/1mnIxul8lv
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 5, 2024
મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને લખ્યું કે, આભાર દીકરી રક્ષિતા. ‘આજે મારા માટે ખૂબ જ ભાવુક ક્ષણ હતી જ્યારે મને ખબર પડી કે પેરિસ ઓલિમ્પિક વિલેજમાં પણ મારે રમતગમત મંત્રી માટે કંઈક લઇને જવાનું છે, તમે આનું ધ્યાન રાખ્યું અને પેરિસથી મારા માટે મેસ્કોટ લાવ્યા. મને પૂરો વિશ્વાસ છે કે તમારો વિશ્વાસ જળવાઈ રહેશે અને આવનારા દિવસોમાં દેશ રમતગમતના ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરશે.’
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પેરાલિમ્પિક્સમાં ભારતીય ટીમના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ખેલાડીઓ બાકીના બે દિવસમાં વધુ મેડલ જીતશે. પેરાલિમ્પિક્સમાં ભારતનું અગાઉનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 મેડલ હતું, પરંતુ પેરિસમાં અત્યાર સુધી પેરા ખેલાડીઓએ 24 મેડલ જીતીને તે પ્રદર્શનને પાછળ છોડી દીધું છે.
#Paralympics2024 में अपने उत्कृष्ट प्रदर्शन से सभी देशवासियों को गौरवान्वित कर स्वदेश लौटने वाले हमारे पैरालंपिक खिलाड़ियों व उनके प्रशिक्षकों से मुलाकात कर उन्हें बधाई व शुभकामनाएं दी।
पेरिस पैरालंपिक में असाधारण प्रतिभा से तिरंगे का परचम लहराने वाले ये सभी खिलाड़ी हमारे देश… pic.twitter.com/mtNG03zfSu
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 5, 2024
માંડવિયાએ ગુરુવારે મહિલા 400 મીટર T20 બ્રોન્ઝ મેડલ વિજેતા દોડવીર દીપ્તિ જીવનજીનું સન્માન કર્યું. વર્લ્ડ ચેમ્પિયન દીપ્તિ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી, પરંતુ તે ફાઇનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી નહીં. દીપ્તિએ ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
દીપ્તિએ કહ્યું, “મેં સારું પ્રદર્શન કર્યું, પરંતુ ફાઇનલમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન આપી શકી. તેથી જ મને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.” ત્યારબાદ માંડવિયાએ કહ્યું, ખેલાડીઓએ માત્ર પોતાનું કૌશલ્ય જ દર્શાવ્યું નથી, પરંતુ દેશને ગૌરવ અપાવ્યું છે.
નોંધનીય છે કે, ભારતે ટોક્યોમાં સૌથી વધુ 19 મેડલ જીત્યા હતા. જે બાદ ભારતીય ખેલાડીઓએ આ રેકોર્ડ તોડ્યો છે અને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં 24 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારત પેરાલિમ્પિક્સના પોઈન્ટ ટેબલમાં 13મા સ્થાને છે. જ્યારે ચીન 145 મેડલ સાથે પ્રથમ સ્થાને યથાવત છે.