માંગરોળ ગેંગરેપ કેસમાં બંને આરોપીઓ દોષિત જાહેર, સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચૂકાદો
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Mangrole-gangrape-case.jpg)
સુરત: માંગરોળ ગેંગરેપ કેસમાં બંને આરોપીઓને કોર્ટે દોષિત જાહેર ઠેરવ્યા છે. સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઝડપી સુનાવણી કરી 130 દિવસમાં ચૂકાદો આપ્યો છે. સોમવારે સજાનું એલાન થશે.
સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સાડા ચાર મહિના અગાઉ નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે.