September 18, 2024

મમતા બેનર્જીનું મોટું નિવેદન: મને પદની કોઈ લાલસા નથી, લોકો માટે રાજીનામું આપવા તૈયાર…

RG Kar medical College: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, કે તેમને આ CM પદની કોઈ લાલસા નથી. લોકો માટે રાજીનામું આપવા તૈયાર છું. મમતા બેનર્જી ગુરુવારે સાંજે વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોને મળવા પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, ડોકટરો મીટિંગના લાઇવ સ્ટ્રીમિંગની માંગ પર અડગ રહ્યા, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાથી આ સંભવ બન્યું નહીં. આવી સ્થિતિમાં જુનિયર ડોક્ટર મમતાને મળવા આવ્યા ન હતા. આ બેઠક નિષ્ફળ ગયા બાદ મમતા બેનર્જીએ પોતાના રાજીનામાની વાત કરી છે. તેણે કહ્યું કે હું આરજી કર મેડિકલ કોલેજના ડોક્ટરની હત્યા માટે ન્યાય ઈચ્છુ છું.

વધુમાં કહ્યું, અમને આશા હતી કે બાળકો આવશે અને તેમની પીડા વ્યક્ત કરશે અને કાર્યમાં જોડાશે. બંગાળની જનતાની માફી માંગતી વખતે અમને આશા હતી કે આજે સમસ્યાનો ઉકેલ આવી જશે. મેં જુનિયર ડોક્ટરો સાથે વાત કરવાનો પૂરો પ્રયાસ કર્યો. મેં મારા ઉપરી અધિકારીઓ સાથે 3 દિવસ રાહ જોઈ. RG કરનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, આથી જુનિયર ડૉક્ટરો સાથેની મીટિંગનું તેમના દ્વારા માંગ્યા પ્રમાણે લાઈવ પ્રસારણ કરી શકાતું નથી. અમારી પાસે જુનિયર ડોક્ટરો સાથેની મીટિંગના વીડિયો રેકોર્ડિંગની વ્યવસ્થા હતી, અમે સુપ્રીમ કોર્ટની પરવાનગીથી તેમની સાથે શેર કરી શકીએ છીએ. અમે બે કલાક સુધી જુનિયર ડોકટરોની રાહ જોઈ, પરંતુ તેઓ આવ્યા નહીં.

ડોક્ટરોની હડતાળને કારણે 27 લોકોના મોત થયા
આજે અમારો મુખ્ય વિષય વિકાસ, સલામતી અને સુરક્ષા હતો. આજે આપણે ખુલ્લા મનથી ચર્ચા કરી શકીએ. ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ આપી શકાશે. અમે પત્રમાં કહ્યું હતું કે 15 લોકો આવશે, પરંતુ હું 34 જુનિયર ડૉક્ટરોના આગમનને પણ આવકારું છું. આરોગ્ય વિભાગમાંથી માત્ર હું અને ચંદ્રીમા ભટ્ટાચાર્ય હતા. 27 લોકોના મોત થયા છે! સાત લાખ લોકોની સારવાર થઈ શકી નથી. રેસિડેન્ટ ડોકટરો અને જુનિયર ડોકટરો કામ કરતા નથી.

શું છે મામલો?
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ડોક્ટરો પોતાની સુરક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. તબીબોની અનેક માંગણીઓ છે. આ અંગે દેશવ્યાપી દેખાવો થયા છે અને સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. જો કે પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો હજુ પણ વિરોધ કરી રહ્યા છે. તબીબોની નબળી કામગીરીના કારણે લોકોને સમયસર સારવાર મળતી નથી. જેના કારણે અનેક લોકોના મોત પણ થયા છે. આ હડતાળને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે મમતા બેનર્જી જુનિયર ડોક્ટરોને મળવા પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોએ બેઠકમાં હાજરી આપી ન હતી.