December 27, 2024

મલ્હાર ઠાકરની એક્ટિંગમાં જ ‘લોચા લાપસી’, દર્શકો થિયેટર છોડી ભાગ્યા

Gujarati Movie Review: નામ બડે ઔર દર્શન છોટે… આ વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કથિત એક્ટિંગ કિંગ મલ્હાર ઠાકર પર એકદમ બંધ બેસે છે. દાવો ભલે ગમે તેટલો કરે પણ સરવાળે એક્ટિંગમાં તો લોચા પડે. આ શુક્રવારે ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’ રિલીઝ તો થઈ છે. અને રિલીઝ થતાં જ દર્શકોને હતું કે, મલ્હાર છે તો મજા આવશે પરંતુ વાસ્તવિક્તા એકદમ અલગ જ સામે આવી રહી છે. સિનેમાઘરમાં પહોંચેલા દર્શકોને મજા તો બાજુ પર રહી, પરંતું ઈન્ટરવલ પડવાની રાહ પણ જોવી માથાના દુઃખાવા જેવું લાગ્યું. પિક્ચર તો માંડ શરૂ જ થઈ હતી પરંતુ મલ્હારની એક્ટિંગે ઈન્ટરવલ પહેલા જ દર્શકોની આશાનું ધ એન્ડ કરી નાખ્યું હતું.

એક્ટિગમાં મલ્હાર ઠાકર ‘ફુલ’
ફિલ્મના તમામ શો હાઉસફુલ હોવાનો દાવો કરાયો હતો. પણ એક્ટિગમાં મલ્હાર ઠાકર ‘ફૂલ’ સાબિત થયો. ‘લોચા લાપસી’ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં મલ્હારનું નામ મોટું હતું પણ નામ જેવું કામ જરાય નહોતું. એના કરતાં તો બીજા સ્ટાર લીધા હોત તો સારુ હતું એવું ડાયરેક્ટરને પણ એક તબક્કે લાગ્યું હશે.

ફિલ્મની કહાણી સારી પણ એક્ટિંગમાં મલ્હાર Fail
ફિલ્મની કહાની અમદાવાદથી નખત્રાણા જતાં મિત્રોની છે. જેમાં દરેક તબક્કે સસ્પેન્સ અને હાસ્ય છુપાયેલું છે. પણ મલ્હારની એક્ટિંગમાં એવું કશું જ જોવા ના મળ્યું. અને મલ્હારના નામ પર દર્શકોને મળી માત્રને માત્ર નિરાશા. ફિલ્મનું શૂટીંગ 27 દિવસમાં અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, કચ્છમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અભિનેત્રી તરીકે સ્વ. વૈભવી ઉપાધ્યાયએ કામ કર્યું હતું. એક આકસ્મિક ઘટનામાં ફિલ્મના શુટિંગના થોડા સમય બાદ તેમનું દુ:ખદ અવસાન થયું હતું.

ફિલ્મ જોયા બાદ ઘણા દર્શકોનું કહેવું છે કે, સિનેમાઘરમાં મજા માણવા આવ્યા હતા પરંતુ મલ્હાની ઓવર એક્ટિંગ જોઇને એવું લાગે છે કે, ‘અરે! રે! લોચા પડી ગયા’