July 2, 2024

Maldivesના રાષ્ટ્રપતિ Mohamed Muizzuએ ભારતને લઇને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

India Maldives Relations :  PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ હવે ભારત વિશે એક મોટી વાત કહી છે. મુઈઝુ હવે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. માલદીવની એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ભારત સાથેના ગાઢ સંબંધોથી માલદીવને પહેલા કરતા વધુ ફાયદો થશે. તેમણે તેમની ભારત મુલાકાતને સફળ ગણાવી હતી. ચીનના ઈશારે કામ કરતા રાષ્ટ્રપતિ મુઈઝુએ ઈન્ડિયા આઉટનો નારો પણ આપ્યો હતો અને તેમણે માલદીવમાંથી ભારતીય સૈનિકોને પણ પાછા મોકલી દીધા હતા. હવે મુઈઝુ ધીમે ધીમે હોશમાં આવી રહ્યા છે.

‘પીએમ મોદી સાથે મળીને કામ કરવા માંગુ છું’
9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના પીએમ તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં દુનિયાભરમાંથી મહેમાનો આવ્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ મળ્યા બાદ મુઈઝુએ કહ્યું કે તે ભારત સાથે સંબંધો સુધારવા અને પીએમ મોદી સાથે મળીને કામ કરવા માંગે છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે માલદીવ માટે આ સફર ઘણી સફળ રહી. મુઈઝુએ કહ્યું કે હું વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવા બદલ પણ આભારી છું. મને વિશ્વાસ છે કે આનાથી અમારા સંબંધો વધુ મજબૂત થશે. જેનાથી માલદીવને ઘણો ફાયદો થશે.

આ પણ વાંચો: કોઈ નાલાયક જ આવું બોલી શકે… હરભજને પાકિસ્તાની ક્રિકેટરને લીધો આડેહાથ

પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો
મુઈઝુએ કહ્યું કે વડાપ્રધાન મોદી તરફથી આમંત્રણ મળતા તેઓ ખુશ છે અને તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈને પણ ખુશ છે. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો માટે પણ આભારી છું. મને વિશ્વાસ છે કે મજબૂત દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં માલદીવની આકાંક્ષાઓને વધુ મજબૂત બનાવશે. મુઈઝુએ કહ્યું કે ભગવાન ઈચ્છે તો બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો રહેશે.

બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી
માલદીવના વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે મુઇઝુએ તેમની ભારત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. મુઈઝુ તેની સત્તાવાર મુલાકાત બાદ મંગળવારે સવારે માલે પરત ફર્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભારત ગયા હતા. એક બેઠક પણ યોજાઈ હતી જેમાં માલદીવ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.