December 23, 2024

માલદીવના મંત્રીએ ફરી કર્યું ભારતનું અપમાન, ટ્વિટ બાદ હંગામો

અમદાવાદ: માલદીવની મોહમ્મદ મુઈજ્જુ સરકારના મંત્રીઓ ભારત વિરોધી વિચારો ધરાવે છે આ કોઈ નવી વાત નથી. વડાપ્રધાન મોદી પર ટિપ્પણી બાદ કાઢી નાખવામાં આવેલા મંત્રી મરિયમ શિઉનાએ ફરી એક વખત ભારતને લઈને વિવાદીત પોસ્ટ કરી છે. માલદીવના યુવા સશક્તિકરણ મામલાના ઉપ મંત્રી શિઉના કે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. જેમાં કથિત રીતે તેણ ભારતીય તિરંગાનું અપમાન કર્યું છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ભારતીયએ ભારે ગુસ્સો દેખાડ્યો છે. જે બાદ શિઉનાએ માફી માંગવી પડી છે.

શિઉનાએ જે પોસ્ટ કર્યું છે. તેમાં માલદીવની વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના કેમ્પેન પોસ્ટર જોવા મળ્યું હતું. પોસ્ટરમાં પાર્ટીના લોગોની જગ્યાએ તિરંગાના અશોક ચક્ર લગાવેલો છે. આજ મહિને થવા વાળી સંસદીય ચૂંટણી પહેલા અશોકચક્ર લગાવીને આ પોસ્ટરને શેર કરી શિઉનાએ મોટો વિવાદ ઊભો કરી નાખ્યો છે. પોસ્ટર શેર કરીને શિઉનાએ વિપક્ષી પાર્ટી પર નિશાના સાધ્યો અને રાષ્ટ્રપતિ મુઈજ્જુની પાર્ટી પીપુલ્સ નેશનલ કોંગ્રેસને મત આપવા માટે આહવાન કર્યું છે. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે, MDP એક મોડી હાર તરફ આગળ વધી રહ્યું છે. માલદીવના લોકો તેમની સાથે હારવા નથી માંગતા. આવી વિવાદીત પોસ્ટ બાદ તેમણે એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે.

પોસ્ટર જોઈને ભારતીયો થયા ગુસ્સે
ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટર સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને રાષ્ટ્રપતિ મુઇઝુને શિઉના સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. તેને જોતા શિયુનાએ તેની પોસ્ટ ડિલીટ કરવી પડી અને માફી પણ માંગવી પડી.

માલદીવના સસ્પેન્ડ કરાયેલા મંત્રીએ ટ્વિટર પર માફી માગતા કહ્યું, ‘મારી તાજેતરની પોસ્ટના કારણે હું દિલથી માફી માંગુ છું. મને કહેવામાં આવ્યું છે કે મેં માલદીવના વિરોધ પક્ષ MDP માટે જે ચિત્રનો ઉપયોગ કર્યો છે. તે ભારતીય ધ્વજ સમાન છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ સંપૂર્ણપણે અજાણ્યું હતું અને તેના કારણે થયેલી કોઈપણ ગેરસમજ માટે હું ક્ષમા ચાહું છું. શિઉનાએ આગળ લખ્યું કે, માલદીવ ભારતનું સન્માન કરે છે અને તેની સાથેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે. મહત્વનું છે કે, પીએમ મોદી પર ટિપ્પણી કરવા બદલ શિઉનાને મંત્રી પદ પરથી સસ્પેન્ડ કર્યું છે

આ પણ વાંચો: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની માતાની થઈ ધરપકડ

આ બીજી વખત છે જ્યારે શિઉનાએ ભારતને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. આ વર્ષની શરૂઆતમાં શિઉના સહિત માલદીવના કેટલાક અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો પર વાંધાજનક ટ્વીટ કર્યા હતા. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરીને સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. શિઉનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે, જ્યારે વિવાદ વધી ગયો ત્યારે તેણે પોસ્ટને કાઢી નાખી અને બાદમાં મુઇઝ્ઝુ સરકાર દ્વારા તેને પોસ્ટ પરથી સસ્પેન્ડ કરવામાં આવી.