January 16, 2025

પૂર્વ African દેશમાં મોટી વિમાન દુર્ઘટના, ઉપરાષ્ટ્રપતિ સહિત 9 લોકોના મોત

Malawi Vice President: પૂર્વ આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તેની સાથે વિમાનમાં 9 વધુ લોકો હતા. રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ જણાવ્યું હતું કે વિમાન દક્ષિણ આફ્રિકાની રાજધાની લિલોંગવેથી સ્થાનિક સમય મુજબ સવારે 9.17 વાગ્યે રવાના થયું હતું અને 45 મિનિટ પછી પહોંચવાનું હતું. ખરાબ હવામાનને કારણે એરપોર્ટ ઓથોરિટીએ પ્લેનને પરત ફરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ એર ટ્રાફિક ઓથોરિટીનો પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

જે બાદ પ્લેનની શોધ માટે મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કલાકોના સર્ચ ઓપરેશન બાદ પ્લેનનો કાટમાળ ચિકાંગાવાના જંગલના પહાડોમાંથી મળી આવ્યો હતો. પ્રમુખ લાઝારસ ચકવેરાએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે.

માલાવી સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઉપરાષ્ટ્રપતિ, માનનીય ડૉ. સાઉલોસ ક્લાઉસ ચિલિમાને લઈ જતું વિમાન આજે સવારે ચિકાંગાવાના જંગલમાંથી મળી આવ્યું છે. દુર્ભાગ્યવશ, વિમાનમાં સવાર દરેકનું મૃત્યુ થયું છે. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય શોક દિવસની ઘોષણા કરી છે.

આ પણ વાંચો: કપિલ શર્મા પર ભડકી મેરી કોમ? કોમેડી શોમાં મજાક કરતા થઈ લાલઘૂમ

2014 થી ઉપરાષ્ટ્રપતિ હતા
ચિલિમા 2014 થી માલાવીના ઉપરાષ્ટ્રપતિ હતા. સરકારી વેબસાઈટ પરની તેમની પ્રોફાઈલ મુજબ, તેમણે અગાઉ મોબાઈલ નેટવર્ક એરટેલ માલાવીનું નેતૃત્વ કર્યું હતું અને યુનિલિવર, કોકા-કોલા અને કાર્લ્સબર્ગ સાથે પણ કામ કર્યું હતું.

એક મહિનામાં બીજો અકસ્માત
હેલિકોપ્ટર ક્રેશ થતાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું પણ મૃત્યુ થયું હતું. તેના હેલિકોપ્ટરમાં સવાર તમામ 9 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાનું કારણ ખરાબ હવામાન પણ હોવાનું કહેવાય છે. હવે એક મહિનાની અંદર દેશના વધુ એક નેતાનું હવાઈ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાનું વિમાન પણ ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.