January 28, 2025

મલાઇકા-અર્જુનના બ્રેકઅપની અફવાનો આવ્યો અંત, અભિનેત્રીએ શેર કર્યો વીડિયો

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બી-ટાઉનનું સૌથી લોકપ્રિય અને રોમેન્ટિક કપલ છે. આ બન્ને અવારનવાર તેમની તસવીરો અને વીડિયો સાથે પોસ્ટ કરતા રહે છે. ત્યારે તાજેતરમાં જ આ કપલે એક મિત્રના લગ્નમાં સાથે હાજરી આપી હતી, જ્યાં રણવીર સિંહ પણ મહેમાન હતો. થોડા સમય પહેલા મલાઈકાએ તેના બોયફ્રેન્ડ અર્જુન અને રણવીરના લગ્નમાં ડીજે બનવાનો એક વીડિયો શેર કર્યો હતો.

7 જાન્યુઆરીએ મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર રણવીર સિંહ સાથે ડીજે સેશનમાં મસ્તી કરતો જોઈ શકાય છે. વિડિયો શેર કરતી વખતે મલાઈકા અરોરાએ લખ્યું, “સૌથી સારો ડીજે…” રણવીર અને અર્જુનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને સૌથી ખાસ વાત એ છે કે મલાઈકાએ આ વીડિયો શેર કર્યો છે. આ સાથે મલાઈકાએ અર્જુન સાથેના બ્રેકઅપના સમાચાર પર પણ બ્રેક લગાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by CS News (@celebspherenews)

તસવીરમાં મલાઈકા-અર્જુન સાથે જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં ‘ટીમ બ્રાઈડ’ જોવા મળે છે. આમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર દુલ્હનની બાજુમાં સાથે પોઝ આપતા જોવા મળે છે. તસવીરમાં ફેશન ડિઝાઈનર અર્પિતા મહેતા પણ હાજર હતી. લાઈમ ગ્રીન લહેંગા અને નેટ દુપટ્ટામાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન અર્જુન કપૂરે સફેદ પાયજામા સાથે પેસ્ટલ બ્લુ કુર્તો પહેર્યો હતો.

2018માં સામે આવ્યા હતા મલાઈકા-અર્જુનના રિલેશનના સમાચાર

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોની અફવાઓ 2018માં ફેલાઈ હતી. તેઓ ઘણીવાર પાર્ટી અને ફંક્શનમાં સાથે જોવા મળતા હતા. શરૂઆતમાં તેઓએ તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા, પરંતુ જૂન 2019 માં, મલાઈકાએ અર્જુનના જન્મદિવસ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા.