December 26, 2024

શિયાળામાં બનાવો મસાલેદાર લીલા વટાણાનાં પરાઠા, જાણો સરળ રીત

Matar paratha: શિયાળો આવી ગયો છે ત્યારે આ સિઝનમાં આપણ અલગ અલગ વાનગી ખાવાનું મન થાય છે. લીલી તમામ શાકભાજી આ સિઝનમાં મળી રહે છે. જેના કારણે આપણે અલગ અલગ પ્રકારની વાનગી બનાવી શકીએ છીએ. ત્યારે અમે તમારા માટે આજે લીલા વટાણાના પરાઠાની રેસીપી લઈને આવ્યા છે. આવો જાણીએ સરળ અને ટેસ્ટી રીત.

લીલા વટાણાના પરાઠા બનાવવા માટે જરૂરી વસ્તુઓ

  • વટાણા
  • લીલું મરચું
  • ધાણાજીરું
  • ધાણાજીરું
  • પીસેલું લાલ મરચું
  • કેરી પાવડર
  • જીરું
  • હિંગ
  • મીઠું
  • લોટ
  • તેલ

આ રીતે બનાવો લીલા વટાણાના પરાઠા :

પ્રથમ પગલું: સૌપ્રથમ લીલા વટાણાને તમારે બાફવાના રહેશે. આ પછી તમારે વટાણાને 2-3 સીટી વગડે ત્યાં સુધી બાફવાના રહેશે. આ પછી વટાણાને ઠંડા થવા રાખી દો.

બીજું પગલું: વટાણા ઠંડા થાય એ પછી તમારે તેને મેશ કરી લેવાના રહેશે. હવે તમારે પેનમાં થોડું તેલ લેવાનું રહેશે. હવે પછી તમારે તેમાં જીરું અને એક ચપટી મરચું નાંખવાનું રહેશે. આ પછી કોથમીર,લીલું મરચું અને હીંગ નાંખવાની રહેશે. તમારા સ્વાદ પ્રમાણે તમારે મીઠું નાંખવાનું રહેશે. આ તમામને 10 મિનિટ રાખો. આ તમામ મિશ્રણને પ્લેટમાં કાઢી લો અને મિક્સ કરી દો.

આ પણ વાંચો:  શિયાળામાં આ રીતે સરળ રીતે બનાવો બાજરાના રોટલા, ફાટ્યા વગર બનશે એકદમ મસ્ત

ત્રીજું પગલું: હવે ઘઉંના લોટમાં મીઠું ઉમેરીને લોટ બાંધી લો. વટાણાનું મિશ્રણને હવે ગોળી વાળી લો. હવે તમારે ઘઉંની રોટલી બનાવવાની રહેશે. આ રોટલી વચ્ચે વટાણાના મિશ્રણની ગોળીઓ મૂકીને વણી લો. હવે તમારે આ પરાઠાને તવા પર શેકી લેવાની રહેશે. તો હવે તૈયાર છે તમારા લીલા વટાણાના પરાઠા. તમે તેને અથાણાં અને ચા અથવા દહીં સાથે ખાઈ શકો છો.