January 21, 2025

ચણાના લોટના પરાઠા આ રીતે બનાવો, વજન નહીં વધે

Recipe of Besan Paratha: આજના સમયમાં મોટા ભાગના લોકોનું વજન વધારે હોય છે. ત્યારે લોકો દિવસમાં એવું ભોજન લેવું પસંદ કરે છે કે જેના કારણે વજનમાં વધારો ના થાય. એવી જ એક રેસીપી લઈને અમે તમારા માટે લઈને આવ્યા છીએ. જેનાથી તમારા વજનમાં વધારો પણ નહીં થાય અને તમને ખાવામાં મજા પણ આવશે.

સ્ટેપ 1- ચણાના લોટના પરાઠા બનાવવા માટે સૌપ્રથમ બે કપ ચણાનો લોટ લેવાનો રહેશે.

સ્ટેપ 2- હવે તમારે તેમાં એક ચમચી જીરું, એક ચમચી હળદર અને બે ચમચી ધાણા પાવડર નાંખવાનો રહેશે.

સ્ટેપ 3- હવે તમારે તેમાં સમારેલી ડુંગળી નાંખવાની રહેશે. આ પછી તમારે તેમાં આદુ અને 4 ચમચી બારીક સમારેલી કોથમીર મિક્સ કરવાનું રહેશે.

આ પણ વાંચો: રાતના સમયે સૂતા પહેલા લગાવો આ વસ્તુઓ, ત્વચાની ચમક વધી જશે

સ્ટેપ 4- હવે આ ગૂંથેલા લોટમાં થોડું તેલ નાંખો.

સ્ટેપ 5: હવે આ કણકના બોલ્સ બનાવી લો અને તેના પરાઠા બનાવી લો. તૈયાર છે ચણાના લોટના પરાઠા.