January 16, 2025

આ હોળી પર ઘરે જ બનાવો ઈકો ફ્રેન્ડલી કલર

Holi Special: થોડા જ દિવસોમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. જેમાં લોકો રંગોથી રમતા હોય છે. હાલના પોલ્યુશનવાળા સમયમાં રંગો પણ કેમિકલથી બનેલા જોવા મળે છે. જે તમારા વાળ અને સ્કિનને ખુબ જ નુકસાન પહોંચાડે છે. આથી આવા રંગોથી બચવા માટે આજે કેટલાન નુસ્કાઓ તમારી સાથે શેર કરીશું. જે તમારી આ હોળીને કેમિકલ ફ્રી બનાવવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.

કુદરતી રંગ
બજારમાં ઘણા પ્રકારના રંગો ઉપલબ્ધ છે, પરંતુ તેમાં કેમિકલ હોય છે. જેના કારણે ત્વચા અને વાળ બંનેને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે કુદરતી રંગોથી હોળી રમો તો સારું રહેશે. આ રંગો વ્યક્તિ માટે સલામત છે. તમે સૂકા ફૂલો, હળદર, બીટરૂટ, મહેંદી વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરીને ઘરે તમારા પોતાના રંગો બનાવી શકો છો.

ફુગ્ગાનો ઉપયોગ કરવાનું ટાળો
હોળી દરમિયાન લોકો ફુગ્ગામાં પાણી ભરીને એકબીજા પર ફેંકે છે, પરંતુ એ એક પ્રકારે પાણીનો બગાડ છે. આથી તેના બદલે માત્ર સૂકા કુદરતી રંગોથી જ હોળી રમો. તમે થોડું પાણી મિક્સ કરીને રંગો સાથે પણ રમી શકો છો.

પ્રાણીઓને નુકસાન ન કરો
હોળીના તહેવાર દરમિયાન ઘણા લોકો અજાણતા પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. તેઓ તેમના પર રંગ લગાવે છે, જે તેમને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ મૂંગા પશુઓ તેમની સમસ્યાઓ કોઈને કહી શકતા નથી. આથી હોળીના પવન દિવસે પ્રાણીઓને નુકસાન પહોંચાડવાનું ટાળો.

વાળ અને ત્વચા
હોળી પર તમારા વાળ અને ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે રંગોમાં હાજર રસાયણો તેમને નુકસાન પહોંચાડી શકે છે. આથી હોળી પહેલા, તમારી ત્વચા અને વાળને બચાવવા માટે તેમની યોગ્ય કાળજી લો. આ ઉપરાંત રંગ દૂર કરતી વખતે ત્વચાને ખૂબ જોરશોરથી ઘસશો નહીં. હોળી રમતા પહેલા વાળમાં નાળિયેરનું તેલ લગાવો. તમે ત્વચા પર તેલ અથવા એલોવેરા જેલ પણ લગાવી શકો છો. દિવસ દરમિયાન હોળી રમતી વખતે સનસ્ક્રીન અવશ્ય લગાવો. ધ્યાનમાં રાખો કે રંગ તમારી આંખોમાં ન જાય. આ માટે તમે ચશ્મા પહેરીને હોળી રમી શકો છો.