December 18, 2024

તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, 4 લોકોના મોત; 2આતંકીઓ ઠાર

Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો તુર્કીની રાજધાની અંકારામાં સ્થિત ડિફેન્સ અને એરોસ્પેસ કંપની ‘તુર્કિશ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’ના હેડક્વાર્ટર પર થયો હતો. ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દેશના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ KAANનું ઉત્પાદન કરે છે.

તુર્કીના ગૃહમંત્રીએ કહ્યું કે, સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના મુખ્યાલય પર થયેલા આતંકવાદી હુમલામાં 4 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે હુમલામાં સામેલ બંને આતંકીઓ પણ માર્યા ગયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, જોરદાર વિસ્ફોટ સંભળાયો અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. આ પછી વિસ્તારમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. આ આતંકી હુમલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં કેટલાક આતંકીઓ ફાયરિંગ કરતા જોઈ શકાય છે. જો કે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. હુમલા બાદ સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના મુખ્યાલયમાં ઈમરજન્સી સેવાઓ મોકલી દેવામાં આવી છે.

લોકોને બંધક બનાવ્યા હોવાની પણ આશંકા
મળતી માહિતી અનુસાર વિસ્ફોટ અને ત્યારબાદ ફાયરિંગનું કારણ સ્પષ્ટ નથી. જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આત્મઘાતી હુમલો થયો હતો અને તે પછી કેટલાક લોકોને બિલ્ડિંગમાં બંધક પણ બનાવવામાં આવ્યા હતા. જો કે અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: બદલાયો હવામાનનો મિજાજ…. દિલ્હીમાં ઠંડી હવાની અસર, જાણો આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ

વધુમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગની અંદરના કામદારોને સત્તાવાળાઓ દ્વારા સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને કોઈને બહાર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ અલગ-અલગ એક્ઝિટ ગેટ પર થયા હોઈ શકે છે.