December 19, 2024

નોઈડામાં ઈમારત ધરાશાયી: કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કાર્ય શરૂ

Noida building collapse: UPના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના નોઈડામાં એક મોટો અકસ્માત થયો છે. નોઈડા સેક્ટર-3ના બહલોલપુર ગામમાં સોમવારે સાંજે ઇમારત એક માળની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. બિલ્ડિંગની નજીક પાયાનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. મકાન ધરાશાયી થવાનો મામલો પોલીસ સ્ટેશન સેક્ટર 63નો છે.

કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે
મકાન ધરાશાયી થયા બાદ અફરાતફરી મચી ગઇ હતી. ઈમારતની અંદર રહેલા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બુલડોઝરની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.